
પ્રાપ્તિ છે. આ કથનનો મર્મ (રહસ્ય) પામવો મહાભાગ્યથી બને છે. આ
પંચમ કાળમાં હાલ આ કથનીના વક્તા ગુરુનું નિમિત્ત સુલભ નથી. તેથી
શાસ્ત્રને સમજવાનો નિરંતર ઉદ્યમ રાખી (શાસ્ત્રને યથાર્થ) સમજવું યોગ્ય
છે; કારણ કે મુખ્યપણે તેના આશ્રયે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. જોકે
જિનેન્દ્ર-પ્રતિમાનાં દર્શન તથા પ્રભાવનાઅંગનું દેખવું ઇત્યાદિ સમ્યક્ત્વની
પ્રાપ્તિનાં કારણો છે તો પણ શાસ્ત્રશ્રવણ કરવું, ભણવું, તેનું ચિંતવન કરવું,
ધારણ કરવું તથા હેતુ
મુખ્ય કારણ છે. તેથી ભવ્યજીવોએ તેનો (આગમના અભ્યાસનો) ઉપાય
નિરંતર રાખવો યોગ્ય છે.
માને તો તેને સમ્યક્ત્વ શાનું?) ઉપશમભાવોને ચિંતવે છે. અનંતાનુબંધી
સંબંધી તીવ્ર રાગ-દ્વેષ પરિણામોના અભાવથી ઉપશમભાવોની નિરંતર
ભાવના રાખે છે તથા પોતાના આત્માને તૃણસમાન હલકો માને છે,
કારણ કે પોતાનું સ્વરૂપ તો અનંત જ્ઞાનાદિરૂપ છે એટલે જ્યાં સુધી
તેની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તે પોતાને તૃણ બરાબર માને છે, કોઈ
પદાર્થમાં ગર્વ કરતો નથી.