હવે મુનિધર્મનું વ્યાખ્યાન કરે છેઃ —
जो रयणत्तयजुत्तो खमादिभावेहिं परिणदो णिच्चं ।
सव्वत्थ वि मज्झत्थो सो साहू भण्णदे धम्मो ।।३९२।।
यः रत्नत्रययुक्तः क्षमादिभावैः परिणतः नित्यम् ।
सर्वत्र अपि मध्यस्थः सः साधुः भण्यते धर्मः ।।३९२।।
અર્થઃ — જે પુરુષ રત્નત્રય અર્થાત્ નિશ્ચય – વ્યવહારરૂપ
સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્રથી યુક્ત હોય, ક્ષમાદિ ભાવ અર્થાત્ ઉત્તમ
ક્ષમાથી માંડી દસ પ્રકારના ધર્મોથી નિત્ય – નિરંતર પરિણત હોય, સુખ
– દુઃખ, તૃણ – કંચન, લાભ – અલાભ, શત્રુ – મિત્ર, નિન્દા – પ્રસંશા અને
જીવન – મરણ આદિમાં મધ્યસ્થ એટલે કે સમભાવરૂપ વર્તે અને રાગ-
દ્વેષથી રહિત હોય તેને સાધુ કહે છે, તેને જ ધર્મ કહે છે; કારણ કે
જેમાં ધર્મ છે તે જ ધર્મની મૂર્તિ છે, તે જ ધર્મ છે.
ભાવાર્થઃ — અહીં રત્નત્રય સહિત કહેવામાં તેર પ્રકારનું ચારિત્ર
છે તે મહાવ્રત આદિ મુનિનો ધર્મ છે, તેનું વર્ણન કરવું જોઈએ; પરન્તુ
અહીં દસ પ્રકારના વિશેષ ધર્મોનું વર્ણન છે. તેમાં મહાવ્રત આદિનું
વર્ણન પણ ગર્ભિત છે એમ સમજવું.
હવે દસ પ્રકારના ધર્મોનું વર્ણન કરે છેઃ —
सो चेव दहपयारो खमादिभावेहिं सुक्खसारेहिं ।
ते पुण भणिज्जमाणा मुणियव्वा परमभत्तीए ।।३९३।।
सः च एव दशप्रकारः क्षमादिभावैः सौख्यसारैः ।
ते पुनः भण्यमानाः ज्ञातव्याः परमभक्त्या ।।३९३।।
અર્થઃ — તે મુનિધર્મ ક્ષમાદિ ભાવોથી દસ પ્રકારનો છે. કેવો છે
તે? સૌખ્યસાર એટલો તેનાથી સુખ થાય છે અથવા તેનામાં સુખ છે
અથવા સુખથી સારરૂપ છે – એવો છે. હવે કહેવામાં આવનાર દસ
પ્રકારના ધર્મો ભક્તિથી, ઉત્તમ ધર્માનુરાગથી જાણવા યોગ્ય છે.
૨૧૮ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા