ત્યાં ક્રોધનું નિમિત્ત આવતાં એવું ચિંતવન કરે કે જો કોઈ મારા
દોષ કહે છે તે જો મારામાં વિદ્યમાન છે તો તે શું ખોટું કહે છે?
– એમ વિચારી ક્ષમા કરવી. વળી જો મારામાં દોષ નથી એ તો જાણ્યા
વિના કહે છે ત્યાં અજ્ઞાની ઉપર કોપ શો કરવો? – એમ વિચારી ક્ષમા
કરવી; અજ્ઞાનીનો તો બાળસ્વભાવ ચિંતવવો, એટલે બાળક તો પ્રત્યક્ષ
પણ કહે અને આ તો પરોક્ષ જ કહે છે એ જ ભલું છે, વળી પ્રત્યક્ષ
પણ કુવચન કહે તો આમ વિચારવું કે બાળક તો તાડન પણ કરે અને
આ તો કુવચન જ કહે છે — તાડતો નથી એ જ ભલું છે, વળી જો
તાડન કરે તો આમ વિચારવું કે – બાળક અજ્ઞાની તો પ્રાણઘાત પણ કરે
અને આ તો માત્ર તાડન જ કરે છે, પણ પ્રાણઘાત તો નથી કર્યો –
એ જ ભલું છે; વળી પ્રાણઘાત કરે તો એમ વિચારવું કે અજ્ઞાની તો
ધર્મનો પણ વિધ્વંસ (નાશ) કરે છે અને આ તો પ્રાણઘાત કરે છે, પણ
ધર્મનો વિધ્વંસ તો નથી કરતો. વળી વિચારે કે મેં પૂર્વે પાપકર્મ
ઉપજાવ્યાં તેનું આ દુર્વચનાદિ ઉપસર્ગ – ફળ છે. આ મારો જ અપરાધ
છે બાકી અન્ય તો નિમિત્તમાત્ર છે, ઇત્યાદિ ચિંતવન કરતાં ઉપસર્ગાદિના
નિમિત્તથી ક્રોધ ઉત્પન્ન થતો નથી અને ઉત્તમ ક્ષમાધર્મ સધાય છે.
હવે ઉત્તમ માર્દવધર્મ કહે છેઃ —
उत्तमणाणपहाणो उत्तमतवयरणकरणसीलो वि ।
अप्पाणं जो हीलदि मद्दवरयणं भवे तस्स ।।३९५।।
उत्तमज्ञानप्रधानः उत्तमतपश्चरणक रणशीलः अपि ।
आत्मानं यः हीलति मार्दवरत्नं भवेत् तस्य ।।३९५ ।।
અર્થઃ — જે મુનિ ઉત્તમજ્ઞાનથી તો પ્રધાન હોય તથા ઉત્તમ
તપશ્ચરણ કરવાનો જેનો સ્વભાવ હોય તોપણ પોતાના આત્માને મદરહિત
કરે – અનાદરરૂપ કરે તે મુનિને ઉત્તમ માર્દવધર્મરત્ન હોય છે.
ભાવાર્થઃ — સકલ શાસ્ત્રને જાણવાવાળો પંડિત હોય તોપણ
જ્ઞાનમદ ન કરે. ત્યાં આમ વિચારે કે મારાથી મોટા અવધિ –
૨૨૦ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા