[ ૧
ૐ
श्रीपरमात्मने नमः।
સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા
ગુજરાતી ભાષાનુવાદ
મંગલાચરણ
(દોહા)
પ્રથમ ૠષભ જિન ધર્મકર, સન્મતિ ચરમ જિનેશ;
વિઘનહરણ મંગલકરણ, ભવતમ-દુરિત-દિનેશ. ૧.
વાણી જિનમુખથી ખરી, પડી ગણાધિપ-કાન;
અક્ષર-પદમય વિસ્તરી, કરહિ સકલ કલ્યાણ. ૨.
ગુરુ ગણધર ગુણધર સકલ, પ્રચુર પરંપર ઔર;
વ્રતતપધર તનુનગનધર, વંદો વૃષ શિરમૌર. ૩.
સ્વામી કાર્ત્તિકેય મુનિ, બારહ ભાવના ભાય;
કર્યું કથન વિસ્તારથી, પ્રાકૃત-છંદ બનાય. ૪.
સંસ્કૃત ટીકા તેહની, કરી સુઘર શુભચંદ્ર;
સુગમ-દેશભાષામયી, કરું નામ જયચંદ્ર. ૫.
ભણો ભણાવો ભવ્યજન, યથાજ્ઞાન મનધાર;
કરો નિર્જરા કર્મની, વાર વાર સુવિચાર. ૬.
એ પ્રમાણે દેવ-શાસ્ત્ર-ગુરુને નમસ્કારરૂપ મંગલાચરણપૂર્વક પ્રતિજ્ઞા