અધ્રુવાનુપ્રેક્ષા ]
[ ૯
ભાવાર્થઃ — કોઈ જાણે કે – હું મોટા કુળનો છું, મારે પેઢી દર
પેઢીથી આ સંપદા ચાલી આવે છે તો તે કયાં જવાની છે? હું
ધીરજવાન છું એટલે કેવી રીતે ગુમાવીશ? હું પંડિત છું – વિદ્યાવાન છું,
તો તેને કોણ લઈ શકવાનું છે? ઊલટા મને તેઓ આપશે જ; હું સુભટ
છું તેથી કેવી રીતે કોઈને લેવા દઈશ? હું પૂજનિક છું તેથી મારી
પાસેથી કોણ લઈ શકે? હું ધર્માત્મા છું અને ધર્મથી તો તે આવે છે,
છતાં જાય કેવી રીતે? હું મહા રૂપવાન છું, મારું રૂપ દેખતાં જ જગત
પ્રસન્ન થાય છે, તો આ સંપદા ક્યાં જવાની છે? હું સજ્જન અને
પરોપકારી છું એટલે તે ક્યાં જશે? તથા હું મહા પરાક્રમી છું, સંપદાને
વધારીશ જ, છતીને વે ક્યાં જવા દઈશ?
– એ સર્વ વિચારો મિથ્યા છે;
કારણ કે આ સંપદા જોત-જોતામાં વિલય પામી જાય છે, કોઈની રાખી
તે રહેતી નથી.
હવે કહે છે કે – લક્ષ્મી પ્રાપ્ત થઈ તેને શું કરીએ? તેનો
ઉત્તરઃ —
ता भुंजिज्जउ लच्छी दिज्जउ दाणे दयापहाणेण ।
जा जलतरंगचवला दो तिण्ण दिणाणि चिट्ठेइ ।।१२।।
तावत् भुज्यतां लक्ष्मीः दीयतां दाने दयाप्रधानेन ।
या जलतरङ्गचपला द्वित्रिदिनानि चेष्टते ।।१२।।
અર્થઃ — આ લક્ષ્મી જલતરંગની માફક ચંચળ છે એટલે જ્યાં
સુધી તે બે – ત્રણ દિવસ સુધી ચેષ્ટા કરે છે – મોજૂદ છે ત્યાં સુધી તેને
ભોગવો વા દયાપ્રધાની થઈને દાનમાં આપો.
ભાવાર્થઃ — કોઈ કૃપણબુદ્ધિ આ લક્ષ્મીને માત્ર સંચય કરી સ્થિર
રાખવા ઇચ્છે છે તેને ઉપદેશ છે કે – આ લક્ષ્મી ચંચળ છે, સ્થિર
રહેવાની નથી, માટે જ્યાં સુધી થોડા દિવસ એ વિદ્યમાન (મોજૂદ) છે
ત્યાં સુધી તેને પ્રભુભક્તિ અર્થે વા પરોપકાર અર્થે દાનાદિમાં ખરચો તથા
ભોગવો.