૮ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા
અર્થઃ — જુઓ તો ખરા આ દેહ, સ્નાન અને સુગંધી વસ્તુઓ વડે સજાવવા છતાં પણ તથા અનેક પ્રકારનાં ભોજનદિ ભક્ષ્યો વડે પાલન કરવા છતાં પણ, જળ ભરેલા કાચા ઘડાની માફક, ક્ષણમાત્રમાં વિલય પામી જાય છે.
ભાવાર્થઃ — એવા આ શરીરમાં સ્થિરબુદ્ધિ કરવી તે મોટી ભૂલ છે.
આગળ લક્ષ્મીનું અસ્થિરપણું દર્શાવે છેઃ —
અર્થઃ — જે લક્ષ્મી અર્થાત્ સંપદા (ઉત્કૃષ્ટ) પુણ્યકર્મના ઉદય સહિત જે ચક્રવર્તી તેમને પણ શાશ્વતરૂપ નથી તો અન્ય જે પુણ્યોદય વિનાના વા અલ્પપુણ્યવાળા પુરુષો તેની સાથે કેમ રાગ બાંધે? અપિતુ ન બાંધે.
ભાવાર્થઃ — એ સંપદાના અભિમાનથી આ પ્રાણી તેમાં પ્રીતિ કરે છે તે વૃથા છે.
આગળ એ જ અર્થને વિશેષતાથી કહે છેઃ —
અર્થઃ — આ લક્ષ્મી – સંપદા કુળવાન, ધૈર્યવાન, પંડિત, સુભટ, પૂજ્ય, ધર્માત્મા, રૂપવાન, સુજન અને મહા પરાક્રમી ઇત્યદિ કોઈ પુરુષોમાં પણ રાચતી નથી.