અધ્રુવાનુપ્રેક્ષા ]
[ ૭
અર્થઃ — આ જગતમાં ઇન્દ્રિયોના વિષયો છે તે ઇન્દ્રધનુષ અને
વિજળીના ચમકાર જેવા ચંચળ છે; પ્રથમ દેખાય પછી તુરત જ વિલય
પામી જાય છે. વળી તેવી જ રીતે ભલા ચાકરોનો સમૂહ અને સારા
ઘોડા-હાથી-રથ છે તે સર્વ વસ્તુ પણ એ જ પ્રમાણે છે.
ભાવાર્થઃ — આ જીવ, સારા સારા ઇન્દ્રિયવિષયો અને ઉત્તમ
નોકર, ઘોડા, હાથી અને રથાદિકની પ્રાપ્તિથી સુખ માને છે પરંતુ એ
સર્વ ક્ષણભંગુર છે. માટે અવિનાશી સુખનો ઉપાય કરવો જ યોગ્ય છે.
હવે બંધુજનોનો સંયોગ કેવો છે તે દ્રષ્ટાંતપૂર્વક કહે છેઃ —
पंथे पहियजणाणं जह संजोओ हवेइ खणमित्तं ।
बंधुजणाणं च तहा संजोओ अद्ध्रुओ होइ ।।८।।
पथि पथिकजनानां यथा संयोगो भवति क्षणमात्रम् ।
बन्धुजनानां च तथा संयोगः अध्रुवः भवति ।।८।।
અર્થઃ — જેમ પંથમાં પથિકજનોનો સંયોગ ક્ષણમાત્ર છે, તે જ
પ્રમાણે સંસારમાં બંધુજનોનો સંયોગ પણ અસ્થિર છે.
ભાવાર્થઃ — આ જીવ, બહોળો કુટુંબ-પરિવાર પામતાં
અભિમાનથી તેમાં સુખ માને છે અને એ મદ વડે પોતાના સ્વરૂપને
ભૂલે છે, પણ એ બંધુવર્ગાદિનો સંયોગ માર્ગના પથિકજન જેવો જ છે,
થોડા જ સમયમાં વિખરાઈ જાય છે. માટે એમાં જ સંતુષ્ટ થઈને
સ્વરૂપને ન ભૂલવું.
હવે આગળ દેહના સંયોગની અસ્થિરતા દર્શાવે છેઃ —
अइलालिओ वि देहो ण्हाणसुयंधेहिं विविहभक्खेहिं ।
खणमित्तेण वि विहडइ जलभरिओ आमघडओ व्व ।।९।।
अतिलालितः अपि देहः स्नानसुगन्धैः विविधभक्ष्यैः ।
क्षणमात्रेण अपि विघटते जलभृतः आमघटः इव ।।९।।