૬ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા
અર્થઃ — હે ભવ્ય! આ જન્મ છે તે તો મરણ સહિત છે, યૌવન છે તે વૃદ્ધાવસ્થા સહિત ઊપજે છે અને લક્ષ્મી છે તે વિનાશ સહિત ઊપજે છે; એ પ્રમાણે સર્વ વસ્તુને ક્ષણભંગુર જ જાણ!
ભાવાર્થઃ — જેટલી અવસ્થાઓ જગતમાં છે તેટલી બધીય પ્રતિપક્ષભાવ સહિત છે છતાં આ જીવ, જન્મ થાય ત્યારે તેને સ્થિર જાણી હર્ષ કરે છે અને મરણ થાય ત્યારે તેને ગયો માની શોક કરે છે. એ પ્રમાણે ઇષ્ટની પ્રપ્તિમાં હર્ષ, અપ્રપ્તિમાં વિષાદ તથા અનિષ્ટની પ્રપ્તિમાં વિષાદ અને અપ્રપ્તિમાં હર્ષ કરે છે; એ સર્વ મોહનું માહાત્મ્ય છે પણ જ્ઞાનીએ તો સમભાવરૂપ રહેવું.
અર્થઃ — જેમ નવીન મેઘનાં વાદળ તત્કાળ ઉદય પામીને વિલય પામી જાય છે તેવી જ રીતે આ સંસારમાં પરિવાર, બંધુવર્ગ, પુત્ર, સ્ત્રી, ભલા મિત્રો, શરીરની સુંદરતા, ઘર અને ગોધન અદિ સમસ્ત વસ્તુઓ અસ્થિર છે.
ભાવાર્થઃ — એ સર્વ વસ્તુને અસ્થિર જાણી તેમાં હર્ષ-વિષાદ ન કરવો.