અધ્રુવાનુપ્રેક્ષા ]
[ ૧૧
यः सचित्य लक्ष्मीं घरणीतले संस्थापयति अतिदूरे ।
सः पूरुषः तां लक्ष्मीं पाषाणसमानिकां करोति ।।१४।।
અર્થઃ — જે પુરુષ પોતાની સંચિત લક્ષ્મીને ઘણે ઊંડે પૃથ્વીતળમાં
દાટે છે તે પુરુષ એ લક્ષ્મીને પાષાણ સમાન કરે છે.
ભાવાર્થઃ — જેમ મકાનના પાયામાં પથ્થર નાખીએ છીએ તેમ
તેણે લક્ષ્મી પણ દાટી, તેથી તે પણ પાષાણ સમાન જ થઈ.
अणवरयं जो संचदि लच्छिं ण य देदि णेय भुंजेदि ।
अप्पणिया वि य लच्छी परलच्छीसमाणिया तस्स ।।१५।।
अनवरतं यः संचिनोति लक्ष्मीं न च ददाति नैव भुङ्क्ते ।
आत्मीया अपि च लक्ष्मीः परलक्ष्मीसमानिका तस्य ।।१५।।
અર્થઃ — જે પુરુષ લક્ષ્મીનો નિરંતર સંચય જ કરે છે પણ નથી
દાન કરતો કે નથી ભોગવતો, તે પુરુષ પોતાની લક્ષ્મીને પારકી લક્ષ્મી
જેવી કરે છે.
ભાવાર્થઃ — લક્ષ્મી પામીને જે દાન કે ભોગ કરતો નથી તેને,
તે લક્ષ્મી પેલાની (તેના ખરા માલિકની) છે અને પોતે તો માત્ર રખેવાળ
(ચોકીદાર) છે; એ લક્ષ્મીને તો કોઈ બીજો જ ભોગવશે.
लच्छीसंसत्तमणो जो अप्पाणं धरेदि कट्ठेण ।
सो राइदाइयाणं कज्जं साहेदि मूढप्पा ।।१६।।
लक्ष्मीसंसक्त मनाः यः आत्मानं धरति कष्टेन ।
स राजदायादीनां कार्यं साधयति मूढात्मा ।।१६।।
અર્થઃ — જે પુરુષ લક્ષ્મીમાં આસક્તચિત્ત થઈને પોતાના
આત્માને કષ્ટમાં રાખે છે તે મૂઢાત્મા માત્ર રાજાઓનું અને કુટુંબીઓનું
જ કાર્ય સાધે છે.
ભાવાર્થઃ — લક્ષ્મીમાં આસક્તચિત્ત થઈને તેને કમાવા માટે તથા