૧૨ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા
તેની રક્ષા માટે જે અનેક કષ્ટ સહે છે તે પુરુષને માત્ર ફળમાં કષ્ટ
જ થાય છે; એ લક્ષ્મીને તો કુટુંબ ભોગવશે કે રાજા લઈ જશે.
जो वड्ढारदि लच्छिं बहुविहबुद्धीहिं णेय तिप्पेदि ।
सव्वारंभं कुव्वदि रत्तिदिणं तं पि चिंतेदि ।।१७।।
ण य भुंजदि वेलाए चिंतावत्थो ण सुवदि रयणीये ।
सो दासत्तं कुव्वदि विमोहिदो लच्छितरुणीए ।।१८।।
यः वर्धापयति लक्ष्मीं बहुविधबुद्धिभिः नैव तृप्यति ।
सर्वारम्भं कुरुते रात्रिदिनं तमपि चिन्तयति ।।१७।।
न च भुङ्क्ते वेलायां चिन्तावस्थः न स्वपिति रजन्याम् ।
सः दासत्वं कुरुते विमोहितः लक्ष्मीतरुण्याः ।।१८।।
અર્થઃ — જે પુરુષ અનેક પ્રકારની કળા — ચતુરાઈ — બુદ્ધિ વડે
લક્ષ્મીને માત્ર વધારે જાય છે પણ તૃપ્ત થતો નથી, એના માટે અસિ,
મસિ અને કૃષિ આદિ સર્વ આરંભ કરે છે, રાત્રિ-દિવસ તેના જ
આરંભને ચિંતવે છે, વેળાએ ભોજન પણ કરતો નથી અને ચિંતામગ્ન
બની રાત્રીમાં સૂતો (ઊંઘતો) પણ નથી તે પુરુષ લક્ષ્મીરૂપ સ્ત્રીમાં
મોહિત થયો થકો તેનું કિંકરપણું કરે છે.
ભાવાર્થઃ — જે સ્ત્રીનો કિંકર થાય તેને લોકમાં ‘મોહલ્યા’ એવું
નિંદ્ય નામ કહે છે. તેથી જે પુરુષ નિરંતર લક્ષ્મીના અર્થે જ પ્રયાસ
કરે છે તે પણ લક્ષ્મીરૂપ સ્ત્રીનો મોહલ્યા છે.
હવે, જે લક્ષ્મીને ધર્મકાર્યમાં લગાવે છે તેની પ્રશંસા કરે છેઃ —
जो वड्ढमाणलच्छिं अणवरयं देदि धम्मकज्जेसु ।
सो पंडिएहिं थुव्वदि तस्स वि सहला हवे लच्छी ।।१९।।
यः वर्धमानलक्ष्मीं अनवरतं ददाति धर्मकार्येषु ।
सः पण्डितैः स्तूयते तस्य अपि सफला भवेत् लक्ष्मीः ।।१९।।