અધ્રુવાનુપ્રેક્ષા ]
[ ૧૩
અર્થઃ — જે પુરુષ પુણ્યોદયથી વધતી જતી જે લક્ષ્મી, તેને
નિરંતર ધર્મકાર્યોમાં આપે છે તે પુરુષ પંડિતજનો વડે સ્તુતિ કરવા યોગ્ય
છે અને તેની જ લક્ષ્મી સફળ છે.
ભાવાર્થઃ — લક્ષ્મીને પૂજા, પ્રતિષ્ઠા, યાત્રા, પાત્રદાન અને
પરોપકાર ઇત્યાદિ ધર્મકાર્યોમાં ખરચવાથી જ તે સફળ છે અને
પંડિતજનો પણ તે દાતાની પ્રશંસા કરે છે.
एवं जो जाणित्ता विहलियलोयाण धम्मजुत्ताणं ।
णिरवेक्खो तं देदि हु तस्स हवे जीवियं सहलं ।।२०।।
एवं यः ज्ञात्वा विफलितलोकेभ्यः धर्मयुक्तेभ्यः ।
निरपेक्षः तां ददाति खलु तस्य भवेत् जीवितं सफलम् ।।२०।।
અર્થઃ — જે પુરુષ ઉપર કહ્યા પ્રમાણે જાણીને ધર્મયુક્ત જે
નિર્ધનજન છે તેમને, પ્રત્યુપકારની વાંછારહિત થઈને, તે લક્ષ્મીને આપે
છે તેનું જીવન સફળ છે.
ભાવાર્થઃ — પોતાનું પ્રયોજન સાધવા અર્થે તો દાન આપવાવાળા
જગતમાં ઘણા છે, પરંતુ જે પ્રત્યુપકારની વાંછારહિતપણે ધર્માત્મા તથા
દુઃખી-દરિદ્ર પુરુષોને ધન આપે છે તેવા વિરલા છે અને તેમનું જ
જીવિત સફળ છે.
હવે આગળ મોહનું માહાત્મ્ય દર્શાવે છેઃ —
जलबुब्बुयसारिच्छं धणजोव्वणजीवियं पि पेच्छंता ।
मण्णंति तो वि णिच्चं अइबलिओ मोहमाहप्पो ।।२१।।
जलबुद्बुदसदृशं धनयौवनजीवितं अपि पश्यन्तः ।
मन्यन्ते तथापि नित्यं अतिबलिष्ठं मोहमाहात्म्यम् ।।२१।।
અર્થઃ — આ પ્રાણી ધન-યૌવન-જીવનને જલના બુદબુદની
(પરપોટા) માફક તુરત વિલય પામી જતાં જોવા છતાં પણ તેને નિત્ય માને
છે એ જ મોટું આશ્ચર્ય છે — એ જ મોહનું મહા બળવાન માહાત્મ્ય છે.