૧૪ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા
ભાવાર્થઃ — વસ્તુનું સ્વરૂપ અન્યથા જણાવવામાં મદ્યપાન, જ્વરદિ રોગ, નેત્રવિકાર અને અંધકાર ઇત્યદિ અનેક કારણો છે, પરંતુ આ મોહ તો એ સર્વથી પણ બળવાન છે, કે જે પ્રત્યક્ષ વસ્તુને વિનાશીક દેખે છે છતાં તેને નિત્યરૂપ જ મનાવે છે. તથા મિથ્યાત્વ, કામ, ક્રોધ, શોક ઇત્યદિ બધા મોહના જ ભેદ છે. એ બધાય વસ્તુસ્વરૂપમાં અન્યથા બુદ્ધિ કરાવે છે.
હવે આ કથનને સંકોચે છેઃ —
અર્થઃ — હે ભવ્યજીવ! તું સમસ્ત વિષયોને વિનાશીક જાણીને મહામોહને છોડી તારા અંતઃકરણને વિષયોથી રહિત કર, જેથી તું ઉત્તમ સુખને પ્રાપ્ત થાય.
ભાવાર્થઃ — ઉપર કહ્યા પ્રમાણે સંસાર, દેહ, ભોગ, લક્ષ્મી ઇત્યદિ સર્વ અસ્થિર દર્શાવ્યાં. તેમને જાણી જે પોતાના મનને વિષયોથી છોડાવી, આ અસ્થિરભાવના ભાવશે તે ભવ્ય જીવ સિદ્ધપદના સુખને પ્રાપ્ત થશે.