સંસારાનુપ્રેક્ષા ]
[ ૧૯
ભાવાર્થઃ — પરમાર્થથી વિચારવામાં આવે તો પોતાને પોતે જ
રક્ષવાવાળો છે અને પોતે જ ઘાતવાવાળો છે. ક્રોધાદિરૂપ ભાવ કરે છે
ત્યારે શુદ્ધ ચૈતન્યનો ઘાત થાય છે તથા ક્ષમાદિરૂપ ભાવ કરે છે ત્યારે
પોતાની રક્ષા થાય છે; અને એ જ (ક્ષમાદિ) ભાવોથી, જન્મમરણ રહિત
થઈને, અવિનાશી પદ પ્રાપ્ત થાય છે.
વસ્તુસ્વભાવવિચારથી, શરણ આપકો આપ;
વ્યવહારે પંચ પરમગુરુ, અવર સકલ સંતાપ.
ઇતિ અશરણાનુપ્રેક્ષા સમાપ્ત.
v
૩. સંસારાનુપ્રેક્ષા
અહીં પ્રથમ બે ગાથાઓ વડે સંસારનું સામાન્ય સ્વરૂપ કહે
છેઃ —
एक्कं चयदि सरीरं अण्णं गिण्हेदि णवणवं जीवो ।
पुणु पुणु अण्णं अण्णं गिण्हदि मुंचेदि बहुवारं ।।३२।।
एवं जं संसरणं णाणादेहेसु हवदि जीवस्स ।
सो संसारो भण्णदि मिच्छकसाएहिं जुत्तस्स ।।३३।।
एकं त्यजति शरीरं अन्यत् गृह्णाति नवं नवं जीवः ।
पुनः पुनः अन्यत् अन्यत् गृह्णाति मुंचति बहुवारम् ।।३२।।
एवं यत् संसरणं नानादेहेषु भवति जीवस्य ।
सः संसारः भण्यते मिथ्याकषायैः युक्तस्य ।।३३।।
અર્થઃ — મિથ્યાત્વ અર્થાત્ વસ્તુનું સર્વથા એકાંતરૂપ શ્રદ્ધાન કરવું
અને કષાય એટલે ક્રોધ-માન-માયા-લોભ — એ સહિત આ જીવને અનેક