૧૮ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા
અર્થઃ — દેવોનો ઇન્દ્ર પણ પોતાને ચવતો (મરતો) થકો રાખવાને સમર્થ હોત તો સર્વોત્તમ ભોગો સહિત જે સ્વર્ગનો વાસ તેને તે શા માટે છોડત?
ભાવાર્થઃ — સર્વ ભોગોનું સ્થળ પોતાના વશ ચાલતું હોય તો તેને કોણ છોડે?
હવે પરમાર્થ (સાચું) શરણ દર્શાવે છેઃ —
અર્થઃ — હે ભવ્ય! તું પરમ શ્રદ્ધાપૂર્વક દર્શનજ્ઞાનચરિત્રસ્વરૂપ (આત્માના) શરણને સેવન કર. આ સંસારમાં પરિભ્રમણ કરતા જીવોને અન્ય કોઈ પણ શરણ નથી.
ભાવાર્થઃ — સમ્યગ્દર્શન-જ્ઞાન-ચરિત્ર પોતાનું સ્વરૂપ છે અને એ જ પરમાર્થરૂપ (વાસ્તવિક – સાચું) શરણ છે, અન્ય સર્વ અશરણ છે. નિશ્ચય શ્રદ્ધાપૂર્વક એ જ શરણને પકડો – એમ અહીં ઉપદેશ છે.
હવે એ જ વાતને દ્રઢ કરે છેઃ —
અર્થઃ — ઉત્તમ ક્ષમદિ સ્વભાવે પરિણત આત્મા જ ખરેખર શરણ છે; પણ જે તીવ્રકષાયયુક્ત થાય છે તે પોતા વડે પોતાને જ હણે છે.