અશરણાનુપ્રેક્ષા ]
અર્થઃ — એ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારથી અશરણતા પ્રત્યક્ષ દેખવા છતાં પણ મૂઢ મનુષ્ય, તીવ્ર મિથ્યાત્વભાવથી સૂયારદિ ગ્રહ, ભૂત, વ્યંતર, પિશાચ, જોગણી, ચંડિકદિક અને મણિભદ્રદિક યક્ષોનું શરણ માને છે.
ભાવાર્થઃ — આ પ્રાણી પ્રત્યક્ષ જાણે છે કે મરણથી કોઈ પણ રક્ષણ કરવાવાળું નથી છતાં એ, ગ્રહદિકમાં શરણપણું કલ્પે છે; એ બધું તીવ્ર મિથ્યાત્વના ઉદયનું માહાત્મ્ય છે.
હવે, મરણ થાય છે તે આયુના ક્ષયથી જ થાય છે એમ કહે છેઃ —
અર્થઃ — આયુકર્મના ક્ષયથી મરણ થાય છે. વળી એ આયુકર્મ કોઈને કોઈ પણ આપવા સમર્થ નથી, માટે દેવોનો ઇન્દ્ર પણ મરણથી બચાવી શકતો નથી.
ભાવાર્થઃ — આયુ પૂર્ણ થવાથી મરણ થાય છે અને એ આયુ કોઈ પણ કોઈને પણ આપવા સમર્થ નથી; તો પછી રક્ષણ કરવાવાળો કોણ છે? તે વિચારો.
હવે એ જ અર્થને દ્રઢ કરે છેઃ —