૧૬ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા
અર્થઃ — મરણને પ્રાપ્ત થતા મનુષ્યને જો કોઈ દેવ, મંત્ર, તંત્ર, ક્ષેત્રપાલ અને ઉપલક્ષણથી લોકો જેમને રક્ષક માને છે તે બધાય રક્ષવાવાળા હોય તો મનુષ્ય અક્ષય થઈ જાય અર્થાત્ કોઈ પણ મરે જ નહિ.
ભાવાર્થઃ — લોકો જીવવાને માટે દેવપૂજા, મંત્ર-તંત્ર અને ઔષધી અદિ અનેક ઉપાય કરે છે. પરંતુ નિશ્ચયથી વિચારીએ તો કોઈ જીવતા (શાશ્વત) દેખાતા નથી, છતાં નિરર્થક જ મોહથી વિકલ્પ ઉપજાવે છે.
હવે એ જ અર્થને ફરીથી દ્રઢ કરે છેઃ —
અર્થઃ — આ સંસારમાં અતિ બળવાન, અતિ રૌદ્ર – ભયાનક અને રક્ષણના અનેક પ્રકારોથી નિરંતર રક્ષણ કરવામાં આવતો હોવા છતાં પણ મરણ રહિત કોઈ પણ દેખાતો નથી.
ભાવાર્થઃ — ગઢ, કોટ, સુભટ અને શસ્ત્ર અદિ રક્ષાના અનેક પ્રકારોથી ઉપાય ભલે કરો પરંતુ મરણથી કોઈ બચતું નથી અને સર્વ ઉપાયો વિફળ (નિષ્ફળ) જાય છે.
હવે પરમાં શરણ કલ્પે તેના અજ્ઞાનને દર્શાવે છેઃ —