સંસારાનુપ્રેક્ષા ]
[ ૨૧
असुरोदीरियदुक्खं सारीरं माणसं तहा विविहं ।
खित्तुब्भवं च तिव्वं अण्णोण्णकयं च पंचविहं ।।३५।।
असुरोदीरितदुःख शारीरं मानसं तथा विविधम् ।
क्षेत्रोद्भवं च तीव्रं अन्योऽन्यकृतं च पंचविधम् ।।३५।।
અર્થઃ — અસુરકુમારદેવોથી ઉપજાવેલાં દુઃખ, (પોતાના) શરીરથી
જ ઉત્પન્ન થયેલાં દુઃખ, મનથી અને અનેક પ્રકારનાં ક્ષેત્રથી ઉત્પન્ન
થયેલાં દુઃખ તથા પરસ્પર કરેલાં દુઃખ — એ પ્રમાણે પાંચ પ્રકારનાં
દુઃખ છે.
ભાવાર્થઃ — ત્રીજા નરક સુધી તો અસુરકુમારદેવો માત્ર કુતૂહલથી
જાય છે અને નારકીઓને જોઈ તેમને પરસ્પર લડાવે છે – અનેક પ્રકારથી
દુઃખી કરે છે; વળી એ નારકીઓનાં શરીર જ પાપના ઉદયથી સ્વયમેવ
અનેક રોગયુક્ત, બૂરાં, ઘૃણાકારી અને દુઃખમય હોય છે, તેમનાં ચિત્ત
જ મહાક્રૂર અને દુઃખરૂપ જ હોય છે; નરકનું ક્ષેત્ર મહાશીત, ઉષ્ણ,
દુર્ગંધાદિ અનેક ઉપદ્રવ સહિત છે; તથા પરસ્પર વેરના સંસ્કારથી
(આપસ-આપસમાં) છેદન, ભેદન, મારણ, તાડન અને કુંભીપાક વગેરે
કરે છે; ત્યાંનાં દુઃખ ઉપમારહિત છે.
હવે એ જ દુઃખને વિશેષ (ભેદ) કહે છેઃ —
छिज्जइ तिलतिलमित्तं भिंदिज्जइ तिलतिलंतरं सयलं ।
वज्जग्गिए कढिज्जइ णिहप्पए पूयकुंडम्हि ।।३६।।
छिद्यते तिलतिलमात्रं भिद्यते तिलतिलान्तरं सकलम् ।
वज्राग्निना क्वथ्यते निधीयते पूयकुण्डे ।।३६।।
અર્થઃ — જ્યાં શરીરને તલતલ પ્રમાણ છેદવામાં આવે છે, તેના
તલતલ જેટલા શકલ અર્થાત્ ખંડને પણ ભેદવામાં આવે છે, વજ્રાગ્નિમાં
પકાવવામાં આવે છે તથા પરુના કુંડમાં નાખવામાં આવે છે.
इच्चेवमाइदुक्खं जं णरए सहदि एयसमयम्हि ।
तं सयलं वण्णेदुं ण सक्कदे सहसजीहो वि ।।३७।।