૨૨ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા
इत्येवमादिदुःखं यत् नरके सहते एकसमये ।
तत्सकलं वर्णयितुं न शक्नोति सहस्रजिह्वः अपि ।।३७।।
અર્થઃ — એ પ્રમાણે પૂર્વ ગાથામાં કહ્યાં તેને માંડીને જે દુઃખો
તે નરકમાં એક કાળમાં જીવ સહન કરે છે તેનું કથન કરવાને, જેને
હજાર જીભ હોય તે પણ સમર્થ થતો નથી.
ભાવાર્થઃ — આ ગાથામાં નરકનાં દુઃખોનું વચન અગોચરપણું કહ્યું
છે.
હવે નરકનું ક્ષેત્ર તથા એ નારકીઓના પરિણામ દુઃખમય જ છે
તે કહે છેઃ —
सव्वं पि होदि णरये खेत्तसहावेण दुक्खदं असुहं ।
कुविदा वि सव्वकालं अण्णोण्णं होंति णेरइया ।।३८।।
सर्वं अपि भवति नरके क्षेत्रस्वभावेन दुःखदं अशुभम् ।
कुपिताः अपि सर्वकालं अन्योऽन्यं भवन्ति नैरयिकाः ।।३८।।
અર્થઃ — નરકમાં ક્ષેત્રસ્વભાવથી જ બધુંય દુઃખદાયક છે. અશુભ
છે તથા નારકીજીવ સદાકાળ પરસ્પર ક્રુધિત છે.
ભાવાર્થઃ — ક્ષેત્ર તો સ્વભાવથી દુઃખરૂપ છે જ, પરંતુ નારકી
(જીવો) પરસ્પર ક્રોધી થતા થકા એકબીજાને મારે છે. એ પ્રમાણે તેઓ
નિરંતર દુઃખી જ રહે છે.
अण्णभवे जो सुयणो सो वि य णरए हणेइ अइकुविदो ।
एवं तिव्वविवागं बहुकालं विसहदे दुःक्खं ।।३९।।
अन्यभवे यः सुजनः सः अपि च नरके हन्ति अतिकुपितः ।
एवं तीव्र विपाकं बहुकालं विषहते दुःखम् ।।३९।।
અર્થઃ — પૂર્વભવમાં જે સ્વજન – કુટુંબી હતો તે પણ આ નરકમાં
ક્રોધી બનીને ઘાત કરે છે. એ પ્રમાણે તીવ્ર છે વિપાક જેમનો એવાં
દુઃખો ઘણા કાળ સુધી નારકીજીવો સહન કરે છે.