ભાવાર્થઃ — એવાં દુઃખો સાગરોપમ (કાળ) સુધી સહન કરે છે
તો પણ આયુષ્ય પૂર્ણ કર્યા વિના ત્યાંથી નીકળવું બનતું નથી.
હવે તિર્યંચગતિનાં દુઃખોને સાડાચાર ગાથાઓ દ્વારા કહે છેઃ —
❈ તિર્યંચગતિનાં દુઃખો ❈
तत्तो णीसरिदूणं जायदि तिरिएसु बहुवियप्पेसु ।
तत्थ वि पावदि दुःखं गब्भे वि य छेयणादीयं ।।४०।।
ततः निःसृत्य जायते तिर्यक्षु बहुविकल्पेषु ।
तत्र अपि प्राप्नोति दुःखं गर्भे अपि च छेदनादिकम् ।।४०।।
અર્થઃ — એ નરકમાંથી નીકળીને અનેક પ્રકારના ભેદોવાળી જે
તિર્યંચગતિ તેમાં (જીવ) ઉત્પન્ન થાય છે; ત્યાં પણ ગર્ભમાં તે દુઃખ
પામે છે. ‘अपि’ શબ્દથી સમ્મૂર્છન થઈ છેદનાદિકનાં દુઃખ પામે છે.
तिरिएहिं खज्जमाणो दुट्ठमणुस्सेहिं हण्णमाणो वि ।
सव्वत्थ वि संतट्ठो भयदुक्खं विसहदे भीमं ।।४१।।
तिर्यग्भिः खाद्यमानः दुष्टमनुष्यैः हन्यमानः अपि ।
सर्वत्र अपि संत्रस्तः भयदुःखं विषहते भीमम् ।।४१।।
અર્થઃ — એ તિર્યંચગતિમાં જીવ, સિંહ – વાઘ આદિ વડે ભક્ષણ
થતો તથા દુષ્ટ મનુષ્ય (મ્લેચ્છ, પારધી, માછીમાર આદિ) વડે માર્યો
જતો થકો સર્વ ઠેકાણે ત્રાસયુક્ત બની રૌદ્ર – ભયાનક દુઃખોને અતિશય
સહન કરે છે.
अण्णोण्णं खज्जंता तिरिया पावंति दारुणं दुक्खं ।
माया वि जत्थ भक्खदि अण्णो को तत्थ रक्खेदि ।।४२।।
अन्योऽन्यं खादन्तः तिर्यञ्चः प्राप्नुवन्ति दारुणं दुःखम् ।
माता अपि यत्र भक्षति अन्यः कः तत्र रक्षति ।।४२।।
અર્થઃ — એ તિર્યંચગતિમાં જીવ પરસ્પર ભક્ષણ થતા થકા ઉત્કૃષ્ટ
સંસારાનુપ્રેક્ષા ]
[ ૨૩