૨૪ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા દુઃખ પામે છે, તે આને ખાય અને આ તેને ખાય. જ્યાં જેના ગર્ભમાં ઉત્પન્ન થયો છે એવી માતા પણ પુત્રને ભક્ષણ કરી જાય, તો પછી અન્ય કોણ રક્ષણ કરે?
અર્થઃ — એ તિર્યંચગતિમાં જીવ તીવ્ર તરસથી તૃષાતુર તથા તીવ્ર ભૂખથી ક્ષુધાતુર થયો થકો તેમ જ ઉદરગ્નિથી બળતો થકો (ઘણાં) તીવ્ર દુઃખ પામે છે.
હવે એ કથનને સંકોચે છેઃ —
અર્થઃ — એ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારથી તિર્યંચયોનિમાં જીવ અનેક પ્રકારથી દુઃખ પામે છે અને તેને સહે છે. એ તિર્યંચગતિમાંથી નીકળીને (કદચિત્) મનુષ્ય થાય તો કેવો થાય? લબ્ધિઅપર્યાપ્ત કે જ્યાં પયારપ્તિ જ પૂરી ન થાય.
હવે મનુષ્યગતિનાં જે દુઃખો છે તેને બાર ગાથાઓ દ્વારા કહે છે. ત્યાં પ્રથમ જ ગર્ભમાં ઊપજે તે અવસ્થા કહે છેઃ —