સંસારાનુપ્રેક્ષા ]
અર્થઃ — અથવા ગર્ભમાં ઊપજે તો ત્યાં પણ હસ્ત-પાદદિ અંગ અને આંગળાં અદિ પ્રત્યંગ એ બધા એકઠા સંકુચિત રહ્યા થકા (જીવ) દુઃખ સહે છે અને ત્યાંથી યોનિદ્વારે નીકળતાં તે તીવ્ર દુઃખને સહન કરે છે.
વળી તે કેવો થાય, તે કહે છેઃ —
અર્થઃ — ગર્ભમાંથી નીકળ્યા પછી બાળ અવસ્થામાં જ માત- પિતા મરી જાય તો દુઃખી થતો થકો પારકી ઉચ્છિષ્ટ વડે જીવનનિર્વાહ કરતો તથા માગવાનો જ છે સ્વભાવ જેનો એવો તે, મહાદુઃખે કાળ નિર્ગમન કરે છે.
વળી કહે છે કે એ બધું પાપનું ફળ છેઃ —
અર્થઃ — આ લોકના બધા મનુષ્યો પાપના ઉદયથી અશાતાવેદનીય, નીચગોત્ર અને અશુભનામ – આયુ અદિ દુષ્કર્મના વશે એવાં દુઃખો સહન કરે છે તોપણ પાછા પાપ જ કરે છે, પણ પૂજા, દાન, વ્રત, તપ અને ધ્યાનદિ છે લક્ષણ જેનું એવાં પુણ્યને ઉપજાવતા નથી એ મોટું અજ્ઞાન છે.