विरलो अज्जदि पुण्णं सम्मादिट्ठी वएहिं संजुत्तो ।
उवसमभावे सहिदो णिंदणगरहाहिं संजुत्तो ।।४८।।
विरलः अर्जयति पुण्यं सम्यग्दृष्टिः व्रतैः संयुक्तः ।
उपशमभावेन सहितः निन्दनगर्हाभ्यां संयुक्तः ।।४८।।
અર્થઃ — સમ્યગ્દ્રષ્ટિ અર્થાત્ યથાર્થ શ્રદ્ધાવાન, મુનિ-શ્રાવકનાં વ્રતો
સહિત, ઉપશમભાવ અર્થાત્ મંદકષાય પરિણામી, નિંદન અર્થાત્ પોતાના
દોષોને પોતે યાદ કરી પશ્ચાતાપ કરનાર, અને ગર્હણ અર્થાત્ પોતાના
દોષને ગુરુજન પાસે વિનયથી કહેનાર; એ પ્રમાણે નિંદા-ગર્હાસંયુક્ત જીવ
પુણ્યપ્રકૃતિઓેને ઉપજાવે છે. પણ એવા વિરલા જ હોય છે.
હવે કહે છે કે પુણ્યયુક્તને પણ ઇષ્ટ-વિયોગાદિ જોવામાં આવે છે.
पुण्णजुदस्स वि दीसदि इट्ठविओयं अणिट्ठसंजोयं ।
भरहो वि साहिमाणो परिज्जओ लहुयभाएण ।।४९।।
पुण्ययुतस्य अपि दृश्यते इष्टवियोगः अनिष्टसंयोगः ।
भरतः अपि साभिमानः पराजितः लघुकभ्रात्रा ।।४९।।
અર્થઃ — પુણ્યોદયયુક્ત પુરુષને પણ ઇષ્ટવિયોગ અને અનિષ્ટ
સંયોગ થતો જોવામાં આવે છે. જુઓ, અભિમાનયુક્ત ભરત ચક્રવર્તી
પણ પોતાના નાના ભાઈ બાહુબલીથી હાર પામ્યા.
ભાવાર્થઃ — કોઈ જાણે કે ‘જેને મહાન પુણ્યનો ઉદય છે તેને
તો સુખ છે’, પણ સંસારમાં તો સુખ કોઈને પણ હોતું નથી. ભરત
ચક્રવર્તી જેવા પણ અપમાનાદિકથી દુઃખી થયા તો બીજાઓની વાત જ
શી કહેવી?
હવે એ જ અર્થને દ્રઢ કરે છેઃ —
सयलट्ठविसयजोओ बहुपुण्णस्स वि ण सव्वहा होदि ।
तं पुण्णं पि ण कस्स वि सव्वं जेणिच्छिदं लहदि ।।५०।।
૨૬ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા