સંસારાનુપ્રેક્ષા ]
અર્થઃ — આ સંસારમાં સમસ્ત પદાર્થોનો, જે વિષય અર્થાત્ ભોગ્ય વસ્તુ છે તે સર્વનો, યોગ મોટા પુણ્યવાનને પણ સર્વાંગપણે મળતો નથી. કોઈને એવું પુણ્ય જ નથી કે જે વડે બધાય મનોવાંચ્છિત (પદાર્થો) મળે.
ભાવાર્થઃ — મોટા પુણ્યવાનને પણ વાંચ્છિત વસ્તુમાં કાંઈ ને કાંઈ ઓછપ રહે છે, સર્વ મનોરથ તો કોઈના પણ પૂર્ણ થતા નથી; તો પછી (કોઈ જીવ) સંસારમાં સર્વાંગ સુખી કેવી રીતે થાય?
અર્થઃ — કોઈ મનુષ્યને તો સ્ત્રી નથી, કોઈને જો સ્ત્રી હોય તો પુત્રની પ્રપ્તિ નથી તથા કોઈને પુત્રની પ્રપ્તિ છે તો શરીર રોગયુક્ત છે.
અર્થઃ — જો કોઈ નીરોગ દેહ હોય તો ધન-ધાન્યની પ્રપ્તિ હોતી નથી અને જો ધન-ધાન્યની પ્રપ્તિ થઈ જાય છે તો (કદચિત્) મરણ પણ થઈ જાય છે.