Swami Kartikeyanupreksha (Gujarati). Prakashakiy Nivedan.

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 321

 

background image
[ ૪ ]
પ્રકાશકીય નિવેદન
ભગવાનશ્રીકુંદકુંદકહાનજૈનશાસ્ત્રમાળાના ૧૮૧મા પુષ્પરૂપે ગુજરાતી
ભાષામાં સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષાનું આ બીજું સંસ્કરણ શ્રી દિગંબર જૈન
સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ દ્વારા પ્રકાશિત કરતાં અતિ પ્રસન્નતા
અનુભવીએ છીએ. ગુજરાતી ભાષાનુવાદ યુક્ત આ ગ્રંથનું પ્રથમ સંસ્કરણ
‘શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનપ્રચારક ટ્રસ્ટ’
અમદાવાદ તરફથી વિ. સં. ૨૦૦૭માં
પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેના આધારે આ દ્વિતીય સંસ્કરણ મુદ્રિત
કરવામાં આવ્યું છે.
બાળબ્રહ્મચારી અધ્યાત્મયોગી નિર્ગ્રંથ દિગંબર મુનિવર શ્રી ‘સ્વામી
કુમાર’ અપરનામ ‘સ્વામી કાર્તિકેય’ પ્રણિત આ ‘અનુપ્રેક્ષાગ્રંથ’ સમ્યગ્જ્ઞાન-
વૈરાગ્યનો અનુપમ બોધ આપનાર ઉચ્ચ કોટિનું એક મહાન શાસ્ત્ર છે.
પ્રાકૃતભાષામાં રચાયેલ આ પવિત્ર શાસ્ત્રમાં, વૈરાગ્યજનની અધ્રુવાદિ બાર
ભાવનાના અતિ ભાવવાહી તેમજ રહસ્યગંભીર વર્ણનની સાથે સાથે,
પ્રકરણના પ્રસંગ અનુસાર, વીતરાગ જૈનદર્શનનું પ્રયોજનભૂત તત્ત્વજ્ઞાન પણ
અતિ સુંદર રીતે નિરૂપવામાં આવ્યું છે. ‘અનુપ્રેક્ષા’ના આ ભાવવાહી મહાન
ગ્રંથ ઉપર, અધ્યાત્મરસાનુભવી બાળબ્રહ્મચારી સન્માર્ગપ્રકાશક પરમપૂજ્ય
સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ અધ્યાત્મરસભરપૂર સુંદર પ્રવચનો આપ્યાં
છે. પૂજ્ય ગુરુદેવે ‘સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા’નાં પ્રવચનોમાં જે અર્થગંભીર તેમ
જ જ્ઞાન-વૈરાગ્યપ્રેરક અદ્ભુત રહસ્યો ખોલ્યાં છે તેમનાથી અનેક મુમુક્ષુહૃદયો
પ્રભાવિત થયાં છે; અને તેથી કેટલાક મુમુક્ષુ મહાનુભાવોની, ઘણા વખતથી
અપ્રાપ્ય એવા આ મહાન ગ્રંથનું નવું સંસ્કરણ છપાવવાની માગણી હતી.
અધ્યાત્મયુગપ્રવર્તક પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીની પવિત્ર
સાધનાભૂમિ અધ્યાત્મતીર્થધામ સુવર્ણપુરી (સોનગઢ) માં સ્વાનુભવવિભૂષિત
પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની, અધ્યાત્મ સાધના તેમ જ દેવ-ગુરુ-
ભક્તિભીની મંગળ છાયાતળે પૂર્વવત્ જે અનેકવિધ ધાર્મિક ગતિવિધિ ચાલે
છે તેના એક અંગરૂપ સત્સાહિત્ય પ્રકાશનવિભાગ દ્વારા જે આર્ષપ્રણીત મૂળ