नैरयिकादिगतीनां अपरस्थितितः वरस्थितिः यावत् ।
सर्वस्थितिषु अपि जायते जीवः ग्रैवेयकपर्यन्तम् ।।७०।।
અર્થઃ — સંસારી જીવ, નરકાદિ ચાર ગતિની જઘન્ય સ્થિતિથી
માંડીને ગ્રૈવેયકપર્યંત ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી સર્વ સ્થિતિઓમાં જન્મે છે.
ભાવાર્થઃ — નરકગતિની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે.
તેના જેટલા સમય છે તેટલી વાર તો જઘન્ય સ્થિતિનું આયુષ્ય ધારણ
કરીને જન્મે, પછી એક સમય અધિક આયુષ્ય લઈને જન્મે, પછી બે
સમય અધિક આયુષ્ય લઈને જન્મે, એ જ પ્રમાણે અનુક્રમપૂર્વક તેત્રીસ
સાગર સુધીનું આયુષ્ય પૂર્ણ કરે. પણ વચ્ચે-વચ્ચે ઓછું-વત્તું આયુષ્ય લઈ
જન્મે તેની અહીં ગણતરી નથી. એ જ પ્રમાણે તિર્યંચગતિનું જઘન્ય આયુ
અંતર્મુહૂર્ત છે. તેના જેટલા સમય છે તેટલી વાર જઘન્ય આયુનો ધારક
થઈ, પછી એક સમય અધિક-અધિકના ક્રમથી (એ તિર્યંચગતિનું ઉત્કૃષ્ટ)
ત્રણ પલ્ય આયુ પૂર્ણ કરે; પણ વચ્ચે ઓછું – વત્તું આયુ પામે તેની અહીં
ગણતરી નથી. એ જ પ્રમાણે મનુષ્યનું જઘન્ય આયુથી માંડીને ઉત્કૃષ્ટ
ત્રણ પલ્યનું આયુ પૂર્ણ કરે, તથા એ જ પ્રમાણે દેવગતિનું જઘન્ય દસ
હજાર વર્ષથી માંડીને અંતિમ ગ્રૈવેયકની એકત્રીસ સાગર સુધીનું
સમય-સમય અધિક અનુક્રમપણે પૂર્ણ કરે; તેને ભવપરાવર્તન કહે છે.
નવ ગ્રૈવેયકની આગળ ઊપજવાવાળો એક બે ભવ કરીને મુક્ત જ
થાય છે, તેથી તેને અહીં ગણ્યો નથી. એ ભવપરાવર્તનનો પણ અનંત
કાળ છે.
હવે ભાવપરાવર્તન કહે છેઃ —
परिणमदि सण्णिजीवो विविहकसाएहिं ट्ठिदिणिमित्तेहिं ।
अणुभागणिमित्तेहिं य वट्टंतो भावसंसारे ।।७१।।
परिणमते संज्ञिजीवः विविधकषायैः स्थितिनिमित्तैः ।
अनुभागनिमित्तैः च वर्त्तमानः भावसंसारे ।।७१।।
અર્થઃ — ભાવસંસારમાં વર્તતો સંજ્ઞી જીવ અનેક પ્રકારના કર્મોના
સંસારાનુપ્રેક્ષા ]
[ ૩૯