જગ્યાએ અન્ય અવગાહનાથી (જીવ) ઊપજે તેની અહીં ગણતરી નથી.
ત્યાર પછી એક એક પ્રદેશ ક્રમપૂર્વક વધતી અવગાહના પામે તે અહીં
ગણતરીમાં છે. એ પ્રમાણે (ક્રમપૂર્વક વધતાં વધતાં) મહામચ્છની ઉત્કૃષ્ટ
અવગાહના સુધી પૂર્ણ કરે અને એ રીતે અનુક્રમે લોકાકાશના સર્વ
પ્રદેશોને સ્પર્શે ત્યારે એક ક્ષેત્રપરાવર્તન થાય.
તથા મરે છે (તે કાળપરાવર્તન છે).
બીજા સમયમાં જન્મે, એ જ પ્રમાણે ત્રીજી ઉત્સર્પિણીના ત્રીજા સમયમાં
જન્મે, એ પ્રમાણે અનુક્રમપૂર્વક અંતના સમય સુધી જન્મે, વચ્ચે અન્ય
સમયોમાં અનુક્રમરહિત જન્મે તેની અહીં ગણતરી નથી. એ જ પ્રમાણે
અવસર્પિણીકાળના પણ દસ કોડાકોડી સાગરના સમયો (ક્રમવાર) પૂર્ણ
કરે તથા એ જ પ્રમાણે મરણ કરે તેને એક કાળપરાવર્તન કહે છે. તેમાં
પણ અનંત કાળ થાય છે.