Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 68.

< Previous Page   Next Page >


Page 37 of 297
PDF/HTML Page 61 of 321

 

background image
છે તેમાંથી એટલી જ (કર્મવર્ગણાઓ) સમયે સમયે ખરી જાય છે. વળી
એ જ પ્રમાણે ઔદારિકાદિ શરીરોના સમયપ્રબદ્ધો શરીરગ્રહણના
સમયથી માંડીને આયુ સ્થિતિ સુધી ગ્રહણ કરે છે વા છોડે છે. એ
પ્રમાણે અનાદિકાળથી માંડી અનંત વાર (કર્મ-નોકર્મ પુદ્ગલોનું) ગ્રહણ
કરવું વા છોડવું થયા જ કરે છે.
હવે ત્યાં એક પરાવર્તનના પ્રારંભમાં પ્રથમ સમયના સમય-
પ્રબદ્ધમાં જેટલા પુદ્ગલપરમાણુને જેવા સ્નિગ્ધ-રૂક્ષ-વર્ણ-ગંધ-રસ-સ્પર્શ
તીવ્ર-મંદ-મધ્યમ ભાવથી ગ્રહ્યા હોય તેટલા જ તેવી રીતે કોઈ સમયે ફરી
ગ્રહણમાં આવે ત્યારે એક કર્મનોકર્મપરાવર્તન થાય છે, પણ વચ્ચે અનંત
વાર અન્ય પ્રકારના પરમાણુ ગ્રહણ થાય તેને અહીં ન ગણવા; એવી
રીતે જેવા ને તેવા જ (કર્મ-નોકર્મપરમાણુઓને) ફરીથી ગ્રહણ થવાને
અનંતકાળ જાય છે. તેને એક દ્રવ્યપરાવર્તન કહીએ છીએ. એ પ્રમાણે
આ જીવે આ લોકમાં અનંતા પરાવર્તન કર્યાં.
હવે ક્ષેત્રપરાવર્તન કહે છેઃ
सो को वि णत्थि देसो लोयायासस्स णिरवसेसस्स
जत्थ ण सव्वो जीवो जादो मरिदो य बहुवारं ।।६८।।
सः कः अपि नास्ति देशः लोकाकाशस्य निरवशेषस्य
यत्र न सर्वः जीवः जातः मृतः च बहुवारम् ।।६८।।
અર્થઃઆ સમગ્ર લોકાકાશનો એવો કોઈ પણ પ્રદેશ નથી કે
જ્યાં આ સર્વ સંસારી જીવો અનેક વાર ઊપજ્યામર્યા ન હોય.
ભાવાર્થઃસર્વ લોકાકાશના પ્રદેશોમાં આ જીવ અનંતવાર
ઊપજ્યો-મર્યો છે. એવો એક પણ પ્રદેશ બાકી રહ્યો નથી કે જ્યાં (આ
જીવ) ન ઊપજ્યો-મર્યો હોય. અહીં આ પ્રમાણે સમજવું કે લોકાકાશના
પ્રદેશો અસંખ્યાત છે. તેના મધ્યના આઠ પ્રદેશને વચમાં લઈને
સૂક્ષ્મનિગોદલબ્ધઅપર્યાપ્તક જઘન્ય અવગાહના ધારણ કરી જીવ ઊપજે
છે. હવે તેની અવગાહના પણ અસંખ્યાત પ્રદેશી છે. તે જેટલા પ્રદેશ
સંસારાનુપ્રેક્ષા ]
[ ૩૭