❈ પંચ પ્રકારરૂપ સંસારનું સ્વરૂપ ❈
હવે પાંચ પ્રકારના સંસારનાં નામ કહે છેઃ —
संसारो पंचविहो दव्वे खेत्ते तहेव काले य ।
भवभमणो य चउत्थो पंचमओ भावसंसारो ।।६६।।
संसारः पञ्चविधः द्रव्ये क्षेत्रे तथैव काले च ।
भवभ्रमणः च चतुर्थः पञ्चमकः भावसंसारः ।।६६।।
અર્થઃ — સંસાર અર્થાત્ પરિભ્રમણ છે તે પાંચ પ્રકારનું છે. (૧)
દ્રવ્ય અર્થાત્ પુદ્ગલદ્રવ્યમાં ગ્રહણ-ત્યાગરૂપ પરિભ્રમણ, (૨) ક્ષેત્ર અર્થાત્
આકાશપ્રદેશોમાં સ્પર્શવારૂપ પરિભ્રમણ, (૩) કાળ અર્થાત્ કાળના
સમયોમાં ઊપજવા-વિનશવારૂપ પરિભ્રમણ, (૪) ભવ અર્થાત્ નરકાદિ
ભવોના ગ્રહણ-ત્યાગરૂપ પરિભ્રમણ અને (૫) ભાવ અર્થાત્ પોતાને
કષાય-યોગસ્થાનરૂપ ભેદોના પલટવારૂપ પરિભ્રમણ; – એ પ્રમાણે પાંચ
પ્રકારરૂપ સંસાર જાણવો.
હવે તેનું સ્વરૂપ કહે છે. ત્યાં પ્રથમ દ્રવ્યપરાવર્તન કહે છેઃ —
बंधदि मुंचदि जीवो पडिसमयं कम्मपुग्गला विविहा ।
णोकम्मपुग्गला वि य मिच्छत्तकसायसंजुत्तो ।।६७।।
बध्नाति मुञ्चति जीवः प्रतिसमयं कर्मपुद्गलान् विविधान् ।
नोकर्मपुद्गलान अपि च मिथ्यात्वकषायसंयुक्तः ।।६७।।
અર્થઃ — આ જીવ, આ લોકમાં રહેલાં જે અનેક પ્રકારનાં
જ્ઞાનાવરણાદિ કર્મપુદ્ગલો તથા ઔદારિકાદિ શરીરરૂપ નોકર્મ-પુદ્ગલોને
મિથ્યાત્વ-કષાયો વડે સંયુક્ત થતો થકો સમયે સમયે બાંધે છે અને છોડે છે.
ભાવાર્થઃ — મિથ્યાત્વ-કષાયવશ જ્ઞાનાવરણાદિ કર્મોના સમય-
પ્રબદ્ધને અભવ્યરાશિથી અનંત ગુણા તથા સિદ્ધરાશિથી અનંતમા ભાગે
પુદ્ગલપરમાણુઓના સ્કંધરૂપ કાર્મણ વર્ગણાઓને (આ સંસારી જીવ)
સમયે સમયે ગ્રહણ કરે છે તથા પૂર્વે જે ગ્રહણ કરી હતી કે જે સત્તામાં
૩૬ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા