જોઈને કમળા બોલી કે તારી સાથે પણ મારા છ પ્રકારના સંબંધ છે.
તે સાંભળઃ —
૧. પ્રથમ તો તું અને હું બન્ને આ જ વેશ્યાના ઉદરમાંથી
જોડકારૂપે સાથે જન્મ્યાં છીએ, માટે તું મારો ભાઈ છે.
૨. પછી તારો અને મારો વિવાહ થયો, તેથી તું મારો પતિ પણ
છે.
૩. વસંતતિલકા મારી માતા છે અને તેનો તું ભરથાર છે. માટે
તું મારો પિતા પણ છે.
૪. વરુણ તારો નાનો ભાઈ છે અને તે મારો કાકો થયો, તેનો
તું પિતા છે, એટલે કાકાનો પિતા હોવાથી તું મારો દાદો પણ થયો.
૫. હું વસંતતિલકાની શોક છું અને તું મારી શોકનો પુત્ર છે,
તેથી તું મારો પુત્ર પણ છે.
૬. તું મારો ભરથાર છે અને તારી માતા વસંતતિલકા મારી સાસુ
થઈ, એ સાસુનો તું ભરથાર થયો, એટલે તું મારો સસરો પણ થયો.
એ પ્રમાણે એક જ ભવમાં એક જ જીવને અઢાર સંબંધ થયા.❃
તેનું અહીં ઉદાહરણ કહ્યું. એમ આ સંસારની વિચિત્ર વિટંબણા છે, તેમાં
કાંઈ આશ્ચર્ય નથી.
❃. એ અઢાર નાતાની કથા અન્ય ગ્રંથો ઉપરથી અહીં લખી છે. તે ગાથાઓઃ
बालय हि सुणि सुवयणं तुज्झ सरिस्सा हि अट्टदह णत्ता ।
पुत्तु भत्तीज्जउ भायउ देवरु पत्तिय हु पौत्तज्जा ।।१।।
तुहु पियरो महु पियरो पियामहो तह य हवइ भत्तारो ।
भायउ तहा वि पुत्तो ससुरो हवइ बालयो मज्झ ।।२।।
तुहु जणणी हुई भज्जा पियामही तह य मायरी सवई ।
हवइ वहू तह सासू ए कहिया अट्टदह णत्ता ।।३।।
સંસારાનુપ્રેક્ષા ]
[ ૩૫