૩૪ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા
૫. મારો ભરથાર ધનદેવ છે તે મારી માતા વસંતતિલકાનો પણ ભરથાર છે, તેથી ધનદેવ મારો પિતા પણ થયો અને તેનો તું નાનો ભાઈ છે, માટે તું મારો કાકો પણ છે.
૬. હું વસંતતિલકાની શોક્ય થઈ, તેથી ધનદેવ મારો શોકપુત્ર થયો અને તેનો તું પુત્ર છે માટે તું પૌત્ર પણ છે.
એ પ્રમાણે વરુણને તે છ પ્રકારના સંબંધ કહેતી હતી. ત્યાં પેલી વસંતતિલકા આવી અને આ કમળાને કહેવા લાગી કે તું કોણ છે? કે મારા પુત્રને આ પ્રમાણે છ પ્રકારથી તારો સંબંધ સંભળાવે છે? ત્યારે કમળા બોલી કે તારી સાથે મારે પણ છ પ્રકારથી સંબંધ છે. તે તું પણ સાંભળ!
૧. પ્રથમ તો તું મારી માતા છે, કારણ કે હું ધનદેવની સાથે તારા જ ઉદરથી યુગલરૂપે ઊપજી છું.
૨. ધનદેવ મારો ભાઈ છે, તેની તું સ્ત્રી છે, માટે તું મારી ભોજાઈ (ભાભી) પણ છે.
૩. મારો ભરથાર ધનદેવ છે, તેની તું પણ સ્ત્રી છે, માટે તું મારી શોક પણ છે.
૪. તું મારી માતા છે અને તારો ભરથાર ધનદેવ પણ થયો એટલે ધનદેવ મારો પિતા થયો, તેની તું માતા છે, માટે તું મારી દાદી પણ છે.
૫. ધનદેવ તારો પુત્ર છે અને તે મારો પણ શોકપુત્ર છે, તેની તું સ્ત્રી થઈ, માટે તું મારી પુત્રવધૂ પણ છે.
૬. હું ધનદેવની સ્ત્રી છું અને તું ધનદેવની માતા છે, માટે તું મારી સાસુ પણ છે
આ પ્રમાણે વસંતતિલકા વેશ્યા પોતાના છ પ્રકારના સંબંધ સાંભળીને ચિંતામાં વિચારગ્રસ્ત હતી ત્યાં જ પેલો ધનદેવ આવ્યો. તેને