સંસારાનુપ્રેક્ષા ]
આ ઉજ્જયિની નગરીમાં એક સોમશર્મા નામનો બ્રાહ્મણ હતો. તેને કાશ્યપી નામની સ્ત્રી હતી. તેમને અગ્નિભૂત અને સોમભૂત નામના બે પુત્ર થયા. એ બંને ક્યાંકથી ભણીને આવતા હતા. ત્યાં માર્ગમાં કોઈ જિનદત્ત મુનિને તેમની માતા, જે જિનમતી આર્યા હતી તે, ક્ષેમકુશળ પૂછતી દેખી તથા ત્યાં બીજા કોઈ જિનભદ્રમુનિ હતા તેમને સુભદ્રા નામની આર્યા, કે જે તેમના પુત્રની વહુ હતી તે, ક્ષેમકુશળ પૂછતી દેખી, એ દ્રશ્ય આ બંને ભાઈઓએ દીઠું અને ત્યાં હાસ્ય કર્યું કે
તરુણ સ્ત્રી, અહો વિધાતાએ ખરી વિપરીતતા રચી છે!’ ઉપર્જિત કર્મ અનુસાર સોમશર્મા તો મરીને વસંતતિલકા વેશ્યા થયો તથા એ હાસ્યના પાપથી અગ્નિભૂત અને સોમભૂત બંને ભાઈ મરીને આ વસંતતિલકાને પુત્ર-પુત્રીરૂપ જોડકાં થયાં અને તેમનું કમળા અને ધનદેવ નામ રાખ્યું. વળી પેલી કાશ્યપી બ્રાહ્મણી હતી તે (મરીને) વસંતતિલકા અને ધનદેવના સંયોગથી વરુણ નામનો પુત્ર થઈ. એ પ્રમાણે આ સર્વ સંબંધ સાંભળીને કમળાને જતિસ્મરણજ્ઞાન થયું, ત્યારે તે ઉજ્જયિની નગરીમાં વસંતતિલકાને ઘરે ગઈ. ત્યાં પેલો વસંતતિલકાનો પુત્ર વરુણ પારણામાં ઝૂલતો હતો. તેને તે કહેવા લાગી કે હે બાળક! તારી સાથે મારા છ પ્રકારના સંબંધ છે, તે તું સાંભળ.
૧. મારો ભરથાર જે ધનદેવ તેના સંયોગથી તું જન્મ્યો માટે મારો પણ તું (શોક) પુત્ર છે.
૨. ધનદેવ મારો સગો ભાઈ છે તેનો તું પુત્ર છે, માટે તું મારો ભત્રીજો પણ છે.
૩. તારી માતા વસંતતિલકા છે તે જ મારી પણ માતા છે, માટે તું મારો ભાઈ પણ છે.
૪. તું મારા ભરથાર ધનદેવનો નાનો ભાઈ છે, તેથી તું મારો દિયર પણ છે.