Swami Kartikeyanupreksha (Gujarati).

< Previous Page   Next Page >


Page 32 of 297
PDF/HTML Page 56 of 321

 

background image
एकस्मिन् भवे एते सम्बन्धाः भवन्ति एकजीवस्य
अन्यभवे किं भण्यते जीवानां धर्मरहितानाम् ।।६५।।
અર્થઃએક જીવને એક ભવમાં આટલા સંબંધ થાય છે તો પછી
ધર્મરહિત જીવોને અન્ય ભવોના સંબંધમાં તો શું કહેવું? તે સંબંધ ક્યા ક્યા
છે? તે કહીએ છીએઃ
પુત્ર તો ભાઈ થયો અને ભાઈ હતો તે દિયર થયો,
માતા હતી તે શોક થઈ અને પિતા હતો તે ભરથાર થયો. એટલા સંબંધ
વસંતતિલકા વેશ્યા, ધનદેવ, કમળા અને વરુણને (પરસ્પર) થયા. તેમની
કથા અન્ય ગ્રંથોથી અહીં લખીએ છીએઃ
એક ભવમાં અઢાર નાતાની કથા
માલવદેશની ઉજ્જયની નગરીમાં રાજા વિશ્વસેન હતો. ત્યાં
સુદત્ત નામનો શેઠ રહેતો હતો. તે સોળ કરોડ દ્રવ્યનો સ્વામી હતો.
તે શેઠ એક વસંતતિલકા નામની વેશ્યામાં આસક્ત થયો અને તેને
પોતાના ઘરમાં રાખી. તે ગર્ભવતી થઈ ત્યારે રોગ સહિત દેહ થવાથી
તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકી. તે વસંતતિલકાએ પોતાના ઘરમાં જ
પુત્ર-પુત્રીના જોડકાને જન્મ આપ્યો. તે વેશ્યા ખેદખિન્ન થઈને એ બન્ને
બાળકોને જુદા જુદા રત્નકાંબળમાં લપેટી પુત્રીને તો દક્ષિણ દરવાજે
નાખી આવી
ત્યાં પ્રયાગનિવાસી વણજારાએ તેને ઉપાડી પોતાની
સ્ત્રીને સોંપી. તેનું (પુત્રીનું) નામ કમળા રાખ્યુંતથા પુત્રને
ઉત્તરદિશાના દરવાજે નાખ્યો. ત્યાંથી સાકેતપુરના એક સુભદ્ર નામના
વણજારાએ તેને (પુત્રને) ઉપાડી પોતાની સ્ત્રી સુવ્રતાને સોંપ્યો અને તેનું
ધનદેવ નામ રાખ્યું. હવે પૂર્વોપાર્જિત કર્મવશ તે ધનદેવનો પેલી
કમળાની સાથે વિવાહ થયો અને એ બંને (ભાઈ-બહેન) પતિ-પત્ની
થયાં. પછી આ ધનદેવ વ્યાપાર અર્થે ઉજ્જયિની નગરીમાં ગયો. ત્યાં
તે પેલી વસંતતિલકા વેશ્યામાં લુબ્ધ થયો અને તેના સંયોગથી
વસંતતિલકાને એક પુત્ર જન્મ્યો. તેનું નામ વરુણ રાખ્યું. હવે એક
દિવસ કમળાએ કોઈ મુનિને પોતાનો સંબંધ પૂછ્યો અને મુનિએ તેનું
સર્વ વૃતાંત કહ્યું, તે નીચે પ્રમાણે છેઃ
૩૨ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા