એક ભાવપરાવર્તન થાય. એવાં અનંત ભાવપરાવર્તન આ જીવ ભોગવતો
આવ્યો છે.
હવે એ પાંચ પરાવર્તનના કથનને સંકોચે છેઃ —
एवं अणाइकालं पंचपयारे भमेइ संसारे ।
णाणादुक्खणिहाणे जीवो मिच्छत्तदोसेण ।।७२।।
एवं अनादिकालं पञ्चप्रकारे भ्रमति संसारे ।
नानादुःखनिधाने जीवः मिथ्यात्वदोषेण ।।७२।।
અર્થઃ — એ પ્રમાણે પંચપરાવર્તનરૂપ સંસારમાં આ જીવ
અનાદિકાળથી મિથ્યાત્વદોષ વડે ભમે છે. કેવો છે સંસાર? અનેક
પ્રકારનાં દુઃખોનું નિધાન (ખજાનો) છે.
હવે એવા સંસારથી છૂટવાનો ઉપદેશ કરે છેઃ —
इय संसारं जाणिय मोहं सव्वायरेण चइऊणं ।
तं झायह ससहावं संसरणं जेण णासेइ ।।७३।।
इति संसारं ज्ञात्वा मोहं सर्वादरेण त्यक्त्वा ।
तं ध्यायत स्वस्वभावं संसरणं येन नश्यति ।।७३।।
અર્થઃ — ઉપર કહ્યા પ્રમાણે આ સંસારને જાણી, સર્વ પ્રકારે
ઉદ્યમ કરી, મોહને છોડી હે ભવ્યાત્મા! તું એ આત્મસ્વભાવનું ધ્યાન
કર કે જેથી સંસારપરિભ્રમણનો નાશ થાય.
(દોહરા)
પંચપરાવર્તનમયી, દુઃખરૂપ સંસાર;
મિથ્યાકર્મ ઉદય થકી, ભરમે જીવ અપાર.
ઇતિ સંસારાનુપ્રેક્ષા સમાપ્ત.
સંસારાનુપ્રેક્ષા ]
[ ૪૧
q