૪. એકત્વાનુપ્રેક્ષા
इक्को जीवो जायदि इक्को गब्भम्हि गिह्णदे देहं ।
इक्को बाल-जुवाणो इक्को वुड्ढो जरागहिओ ।।७४।।
एकः जीवः जायते एकः गर्भे गृह्णाति देहं ।
एकः बालः युवा एकः वृद्धः जरागृहितः ।।७४।।
અર્થઃ — જીવ છે તે એકલો ઊપજે છે, તે એકલો જ ગર્ભમાં
દેહને ગ્રહણ કરે છે, તે એકલો જ બાળક થાય છે, તે એકલો જ યુવાન
અને તે એકલો જ જરાવસ્થાથી ગ્રસિત વૃદ્ધ થાય છે.
ભાવાર્થઃ — જીવ એકલો જ જુદી જુદી અવસ્થાઓને ધારણ કરે છે.
इक्को रोई सोई इक्को तप्पेइ माणसे दुक्खे ।
इक्को मरदि वराओ णरयदुहं सहदि इक्को वि ।।७५।।
एकः रोगी शोकी एकः तप्यते मानसैः दुःखैः ।
एकः म्रियते वराकः नरकदुःखं सहते एकः अपि ।।७५।।
અર્થઃ — જીવ એકલો જ રોગી થાય છે, જીવ એકલો જ શોકાર્ત
થાય છે, જીવ એકલો જ માનસિક દુઃખથી તપ્તાયમાન થાય છે, જીવ એકલો
જ મરે છે અને જીવ એકલો જ દીન બની નરકનાં દુઃખો સહન કરે છે.
ભાવાર્થઃ — જીવ એકલો જ અનેક અનેક અવસ્થાઓને ધારણ
કરે છે.
इक्को संचदि पुण्णं इक्को भुंजेदि विविहसुरसोक्खं ।
इक्को खवेदि कम्मं इक्को वि य पावए मोक्खं ।।७६।।
एकः संचिनोति पुण्यं एकः भुनक्ति विविधसुरसौंख्यं ।
एकः क्षपति कर्म्म एकः अपि च प्राप्नोति मोक्षम् ।।७६।।
૪૨ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા