એકત્વાનુપ્રેક્ષા ]
અર્થઃ — જીવ એકલો જ પુણ્યનો સંચય કરે છે, જીવ એકલો જ દેવગતિનાં સુખ ભોગવે છે, જીવ એકલો જ કર્મનો ક્ષય કરે છે, અને જીવ એકલો જ મોક્ષને પ્રાપ્ત કરે છે.
ભાવાર્થઃ — જીવ એકલો જ પુણ્યોપાર્જન કરી સ્વર્ગ જાય છે અને જીવ એકલો જ કર્મનાશ કરી મોક્ષ જાય છે.
અર્થઃ — સ્વજન અર્થાત્ કુટુંબી છે તે પણ આ જીવને દુઃખ આવતાં તથા તેને દેખવા છતાં પણ, તે દુઃખને લેશ પણ ગ્રહણ કરવાને અસમર્થ થાય છે. આ પ્રમાણે પ્રગટપણે જાણવા છતાં પણ આ જીવ કુટુંબ પ્રત્યેનું મમત્વ છોડતો નથી.
ભાવાર્થઃ — પોતાને થતું દુઃખ પોતે જ ભોગવે છે, તેમાં કોઈ ભાગીદાર બની શકતું નથી; છતાં આ જીવને એવું અજ્ઞાન છે કે દુઃખ સહતો છતાં પણ પરના મમત્વને છોડતો નથી.
હવે કહે છે કે આ જીવને નિશ્ચયથી એક ધર્મ જ શરણ છેઃ —
અર્થઃ — આ જીવને પોતાનો ખરો હિતસ્વી નિશ્ચયથી એક ઉત્તમ ક્ષમદિ દશલક્ષણધર્મ જ છે, કારણ કે તે ધર્મ જ દેવલોકને પ્રાપ્ત કરાવે છે તથા તે ધર્મ જ સર્વ દુઃખના નાશને (મોક્ષને) કરે છે.