ભાવાર્થઃ — ધર્મ સિવાય અન્ય કોઈ હિતસ્વી નથી.
હવે કહે છે કે શરીરથી ભિન્ન એવા એકલા જીવને તું
જાણઃ —
सव्वायरेण जाणह इक्कं जीवं सरीरदो भिण्णं ।
जम्हि दु मुणिदे जीवे होदि असेसं खणे हेयं ।।७९।।
सर्वादरेण जानीहि एकं जीवं शरीरतः भिन्नम् ।
यस्मिन् तु ज्ञाते जीवे भवति अशेषं क्षणे हेयम् ।।७९।।
અર્થઃ — હે ભવ્યાત્મા! તું સર્વ પ્રકારે ઉદ્યમ કરીને શરીરથી
ભિન્ન એકલા જીવને જાણ! જેને જાણતાં બાકીનાં સર્વ પરદ્રવ્યો
ક્ષણમાત્રમાં તજવા યોગ્ય લાગે છે.
ભાવાર્થઃ — જ્યારે પોતાના સ્વરૂપને જાણે ત્યારે સર્વ પરદ્રવ્યો
હેયરૂપ જ ભાસે છે. તેથી અહીં પોતાનું સ્વરૂપ જ જાણવાનો મહાન
ઉપદેશ છે.
(દોહરો)
એક જીવ પર્યાય બહુ, ધારે સ્વ-પર નિદાન;
પર તજી આપા જાણકે, કરો ભવ્ય કલ્યાણ.
ઇતિ એકત્વાનુપ્રેક્ષા સમાપ્ત.
૪૪ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા