૫. અન્યત્વાનુપ્રેક્ષા
अण्णं देहं गिह्णदि जणणी अण्णा य होदि कम्मादो ।
अण्णं होदि कलत्तं अण्णो वि य जायदे पुत्तो ।।८०।।
अन्यं देहं गृह्णाति जननी अन्या च भवति कर्मतः ।
अन्यत् भवति कलत्रं अन्यः अपि च जायते पुत्रः ।।८०।।
અર્થઃ — આ જીવ સંસારમાં જે દેહ ગ્રહણ કરે છે તે પોતાનાથી
અન્ય છે, માતા છે તે પણ અન્ય છે, સ્ત્રી છે તે પણ અન્ય છે તથા પુત્ર
છે તે પણ અન્ય ઊપજે છે; આ સર્વ કર્મસંયોગથી આવી મળે છે.
एवं बाहिरदव्वं जाणदि रूवादु अप्पणो भिण्णं ।
जाणंतो वि हु जीवो तत्थेव य रज्जदे मूढो ।।८१।।
एवं बाह्यद्रव्यं जानाति रूपात् स्फु टं आत्मनः भिन्नं ।
जानन् अपि स्फु टं जीवः तत्रैव च रज्यति मूढः ।।८१।।
અર્થઃ — એ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારથી સર્વ બાહ્યવસ્તુઓને
આત્માના સ્વરૂપથી ન્યારી (ભિન્ન) પ્રગટપણે જાણવા છતાં પણ આ
મૂઢ – મોહી જીવ તે પરદ્રવ્યોમાં જ રાગ કરે છે, પરંતુ એ મોટી
મૂર્ખતા છે.
जो जाणिऊण देहं जीवसरूवादु तच्चदो भिण्णं ।
अप्पाणं पि य सेवदि कज्जकरं तस्स अण्णत्तं ।।८२।।
यः ज्ञात्वा देहं जीवस्वरूपात् तत्त्वतः भिन्नम् ।
आत्मानं अपि च सेवते कार्यकरं तस्य अन्यत्वम् ।।८२।।
અર્થઃ — જે જીવ પોતાના આત્મસ્વરૂપથી દેહને પરમાર્થપણે
ભિન્ન જાણી આત્મસ્વરૂપને સેવે છે – ધ્યાવે છે તેને આ અન્યત્વભાવના
કાર્યકારી છે.
અન્યત્વાનુપ્રેક્ષા ]
[ ૪૫