Swami Kartikeyanupreksha (Gujarati). 6. Ashuchitvanupreksha Gatha: 83-84.

< Previous Page   Next Page >


Page 46 of 297
PDF/HTML Page 70 of 321

 

background image
ભાવાર્થઃજે દેહાદિ પરદ્રવ્યોને ન્યારાં જાણી પોતાના સ્વરૂપનું
સેવન કરે છે તેને આ અન્યત્વભાવના કાર્યકારી છે.
(દોહરો)
નિજ આતમથી ભિન્ન પર, જાણે જે નર દક્ષ;
નિજમાં રમે વમે અપર, તે શિવ લખે પ્રત્યક્ષ.
ઇતિ અન્યત્વાનુપ્રેક્ષા સમાપ્ત.
૬. અશુચિત્વાનુપ્રેક્ષા
सयलकुहियाण पिंडं किमिकुलकलियं अउव्वदुग्गंधं
मलमुत्ताण य गेहं देहं जाणेहि असुइमयं ।।८३।।
सकलकुथितानां पिण्डं कृमिकुलकलितं अपूर्वदुर्गन्धं
मलमूत्राणां च गृहं देहं जानीहि अशुचिमयम् ।।८३।।
અર્થઃહે ભવ્ય! તું આ દેહને અપવિત્રમય જાણ! કેવો છે
એ દેહ? સઘળી કુત્સિત્ અર્થાત્ નિંદનીય વસ્તુઓનો પિંડસમુદાય છે.
વળી તે કેવો છે? કૃમિ અર્થાત્ ઉદરના જીવ જે કીડા તથા નિગોદિયા
જીવોથી ભરેલો છે, અત્યંત દુર્ગન્ધમય છે તથા મળ-મૂત્રનું ઘર છે.
ભાવાર્થઃઆ દેહને સર્વ અપવિત્ર વસ્તુઓના સમૂહરૂપ જાણ.
હવે કહે છે કેઆ દેહ અન્ય સુગંધિત વસ્તુઓને પણ પોતાના
સંયોગથી દુર્ગન્ધમય કરે છે.
सुट्ठु पवित्तं दव्वं सरससुगंधं मणोहरं जं पि
देहणिहित्तं जायदि घिणावणं सुट्ठु दुग्गंधं ।।८४।।
૪૬ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા