सुष्ठु पवित्रं द्रव्यं सरससुगन्धं मनोहरं यदपि ।
देहनिक्षिप्तं जायते घृणास्पदं सुष्ठु दुर्गन्धम् ।।८४।।
અર્થઃ — રૂડા, પવિત્ર, સુરસ અને મનોહર સુગંધિત દ્રવ્યો છે તે
પણ આ દેહમાં નાખતાંની સાથે જ ઘૃણાસ્પદ અને અત્યંત દુર્ગન્ધમય
બની જાય છે.
ભાવાર્થઃ — આ દેહને ચંદન-કપૂરાદિ લગાવતાં તે પણ દુર્ગન્ધમય
થઈ જાય છે, મિષ્ટાન્નાદિ સુરસ વસ્તુઓ ખાતાં તે પણ મલાદિરૂપ
પરિણમી જાય છે તથા અન્ય વસ્તુ પણ આ દેહના સ્પર્શમાત્રથી
અસ્પર્શ્ય થઈ જાય છે.
ફરી આ દેહને અશુચિરૂપ દર્શાવે છેઃ —
मणुयाणं असुइमयं विहिणा देहं विणिम्मियं जाण ।
तेसिं विरमणकज्जे ते पुण तत्थेव अणुरत्ता ।।८५।।
मनुजानां अशुचिमयं विधिना देहं विनिर्मितं जानीहि ।
तेषां विरमणकार्ये ते पुनः तत्र एव अनुरक्ताः ।।८५।।
અર્થઃ — હે ભવ્ય? આ મનુષ્યોનો દેહ, કર્મોએ અશુચિમય
બનાવ્યો છે, ત્યાં આવી ઉત્પ્રેક્ષા – સંભાવના જાણ કે — એ મનુષ્યોને
વૈરાગ્ય ઉપજાવવા માટે જ એવો રચ્યો છે; છતાં પણ આ મનુષ્ય એવા
દેહમાં પણ અનુરાગી થાય છે એ મોટું અજ્ઞાન છે.
વળી એ જ અર્થને દ્રઢ કરે છેઃ —
एवंविहं पु देहं पिच्छंता वि य कुणंति अणुरायं ।
सेवंति आयरेण य अलद्धपुव्वं ति मण्णंता ।।८६।।
एवंविधं अपि देहं पश्यन्तः अपि च कुर्वन्ति अनुरागम् ।
सेवन्ते आदरेण च अलब्धपूर्वं इति मन्यमानाः ।।८६।।
અર્થઃ — પૂર્વોક્ત પ્રકારે એવા અશુચિ દેહને પ્રત્યક્ષ દેખવા છતાં
પણ આ મનુષ્ય ત્યાં અનુરાગ કરે છે, જાણે પૂર્વે (આવો દેહ) કદી
અશુચિત્વાનુપ્રેક્ષા ]
[ ૪૭