પણ પામ્યો ન હોય એમ માનતો થકો તેને આદરે છે – સેવે છે, પણ
તે મહાન અજ્ઞાન છે.
હવે આ દેહથી જે વિરક્ત થાય છે તેને અશુચિભાવના સફલ
છે એમ કહે છેઃ —
जो परदेहविरत्तो णियदेहे ण य करेदि अणुरायं ।
अप्पसरूवि सुरत्तो असुइत्ते भावणा तस्स ।।८७।।
यः परदेहविरक्तः निजदेहे न च करोति अनुरागम् ।
आत्मस्वरूपे सुरक्तः अशुचित्वे भावना तस्य ।।८७।।
અર્થઃ — જે ભવ્ય, પરદેહ જે સ્ત્રી આદિના દેહ તેનાથી વિરક્ત
થતો થકો નિજ દેહમાં પણ અનુરાગ કરતો નથી અને આત્મસ્વરૂપમાં
ધ્યાન વડે લીન રહે છે તેને અશુચિભાવના સાર્થક થાય છે.
ભાવાર્થઃ — કેવળ વિચારમાત્રથી જ ભાવના પ્રધાન (સાચી)
નથી, પરન્તુ દેહને અશુચિરૂપ વિચારવાથી જેને વૈરાગ્ય પ્રગટ થાય તેને
ભાવના સત્યાર્થ કહેવાય છે.
(દોહરો)
સ્વપર દેહકું અશુચિ લખી, તજૈ તાસ અનુરાગ;
તાકે સાચી ભાવના, સો કહીએ મહાભાગ્ય.
ઇતિ અશુચિત્વાનુપ્રેક્ષા સમાપ્ત.
૪૮ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા