આસ્રવાનુપ્રેક્ષા ]
અર્થઃ — મન-વચન-કાયરૂપ યોગ છે તે જ આસ્રવ છે. કેવા છે તે યોગ? જીવપ્રદેશોનું પરિસ્પંદન અર્થાત્ ચલન-કંપન તેના જ જે વિશેષ (ભેદ) છે તે જ યોગ છે. વળી તે કેવા છે? મોહકર્મના ઉદયરૂપ મિથ્યાત્વ- કષાયકર્મ સહિત છે તથા એ મોહના ઉદયથી રહિત પણ છે.
ભાવાર્થઃ — મન-વચન-કાયનું નિમિત્ત પામીને જીવના પ્રદેશોનું ચલાચલ થવું તે યોગ છે અને તેને જ આસ્રવ કહીએ છીએ. તે ગુણસ્થાનોની પરિપાટી અનુસાર સૂક્ષ્મસાંપરાય નામના દશમા ગુણસ્થાન સુધી તો મોહના ઉદયરૂપ યથાસંભવિત મિથ્યાત્વકષાયોથી સહિત હોય છે તેને સાંપરયિક આસ્રવ કહીએ છીએ તથા તેની ઉપરના તેરમા ગુણસ્થાન સુધી મોહના ઉદયરહિત (યોગ) છે તેને ઇર્યાપથ આસ્રવ કહીએ છીએ. જે પુદ્ગલવર્ગણાઓ કર્મરૂપ પરિણમે તેને દ્રવ્યાસ્રવ કહીએ છીએ તથા જીવપ્રદેશો ચંચલ થાય છે તેને ભાવાસ્રવ કહીએ છીએ.
હવે મોહના ઉદય સહિત જે આસ્રવ છે તે જ (ખરેખર) આસ્રવ છે એમ વિશેષપણે કહે છેઃ —