૫૦ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા
અર્થઃ — મોહકર્મના ઉદયવશે આ જીવને જે પરિણામ થાય છે તે જ આસ્રવ છે, એમ હે ભવ્ય? તું પ્રગટપણે જાણ! તે પરિણામ મિથ્યાત્વદિ અનેક પ્રકારના છે.
ભાવાર્થઃ — કર્મબંધનું કારણ આસ્રવ છે. તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ — એમ પાંચ પ્રકારના છે. તેમાં સ્થિતિ- અનુભાગરૂપ બંધના કારણ તો મિથ્યાત્વદિ ચાર જ છે અને તે મોહકર્મના ઉદયથી થાય છે; તથા યોગ છે તે તો સમયમાત્ર બંધને કરે છે પણ કાંઈ સ્થિતિ-અનુભાગને કરતો નથી, તેથી તે બંધના કારણમાં પ્રધાન (મુખ્ય) નથી.
હવે પુણ્ય-પાપના ભેદથી આસ્રવને બે પ્રકારનો કહે છેઃ —
અર્થઃ — કર્મ છે તે પુણ્ય અને પાપ એવા બે પ્રકારનાં છે. તેનું કારણ પણ બે પ્રકારનું છેઃ એક પ્રશસ્ત અને બીજું અપ્રશસ્ત. ત્યાં મંદકષાયરૂપ પરિણામ છે તે તો પ્રશસ્ત એટલે શુભ છે તથા તીવ્રકષાયરૂપ પરિણામ છે તે અપ્રશસ્ત એટલે અશુભ છે એમ પ્રગટ જાણો.
ભાવાર્થઃ — શાતાવેદનીય, શુભઆયુ, ઉચ્ચગોત્ર અને શુભનામ એ પ્રકૃતિઓ તો પુણ્ય (શુભ) રૂપ છે તથા બાકીનાં ચાર ઘતિકર્મો, અશાતાવેદનીય, નરકાયુ, નીચગોત્ર અને અશુભનામ એ બધી પ્રકૃતિઓ પાપરૂપ છે. તેમના કારણરૂપ આસ્રવ પણ બે પ્રકારના છે. ત્યાં મંદકષાયરૂપ પરિણામ છે તે તો પુણ્યાસ્રવ છે તથા તીવ્રકષાયરૂપ પરિણામ છે તે પાપાસ્રવ છે.
હવે મંદ-તીવ્ર કષાયનાં પ્રગટ દ્રષ્ટાંત કહે છેઃ —