૧૫૨ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
क्रीडंति ये प्रविश्येनां तत्त्वज्ञानतरंगिणीं ।
ते स्वर्गादिसुखं प्राप्य सिद्धयंति तदनंतरं ।।२२।।
આ તત્ત્વજ્ઞાન તરંગિણીમાં જે પ્રવેશી ત્યાં રમે,
સ્વર્ગાદિ સુખને પામીને સિદ્ધિ વરે તે અનુક્રમે. ૨૨.
અર્થ : — જેઓ આ તત્ત્વજ્ઞાનરૂપ નદીમાં પ્રવેશીને ક્રીડા કરે છે,
તેઓ સ્વર્ગાદિ સુખ પામીને પછી સિદ્ધ થાય છે. ૨૨.
यदैव विक्रमातीताः शतपंचदशाधिकाः ।
षष्टिः संवत्सरा जातास्तदेयं निर्मिता कृतिः ।।२३।।
જ્યાં વર્ષ પંદરસો અને વળી સાL વિક્રમનાં વિત્યાં,
શ્રી જ્ઞાનભૂષણ કવિવરે રચી આ કૃતિ અતિ સુખદ ત્યાં. ૨૩.
અર્થ : — જ્યારે વિક્રમ સંવતનાં પંદરસો સાઠ વર્ષો વીતી ગયાં,
ત્યારે આ કૃતિ રચાઈ છે. ૨૩.
ग्रंथसंख्यात्र विज्ञेया लेखकैः पाठकैः किल ।
षट्त्रिंशदधिका पंचशती श्रोतृजनैरपि ।।२४।।
લેખક પાLક શ્રોતૃજન, લહે સ્વરુપ સંભાળ;
જાણી સંખ્યા પાંચસો, છત્રીસ શ્લોક રસાળ. ૨૪.
અર્થ : — આ ગ્રંથના લેખક, પાઠકોએ અને શ્રોતાઓએ આ
ગ્રંથની શ્લોક સંખ્યા પાંચસો છત્રીસ જાણવી.