અધ્યાય-૧૮ ][ ૧૫૧
અને જિનેન્દ્રભગવાનનાં શાસ્ત્રોના સંપૂર્ણ એક સારરૂપ માત્ર
સદ્ગુરુનું વચન સાંભળીને (અનેક) શાસ્ત્રોના અભ્યાસ વિના જ્યારે જીવ
ધ્યાન પ્રાપ્ત કરે છે, ત્યારે તે અક્રમાગત ધ્યાન કહેવાય છે. ૧૯.
न लाभमानकीर्त्यर्था कृता कृतिरियं मया ।
किंतु मे शुद्धचिद्रूपे प्रीतिः सेवात्रकारणं ।।२०।।
(ઉપજાતિ)
ન લાભ માટે, નહિ માન અર્થે,
કૃતિ રચી આ નહિ કીર્તિ અર્થે;
જે શુદ્ધ ચિદ્રૂપમાં પ્રીતિ મારી,
તે માત્ર અત્રે કૃતિ હેતુ ભારી. ૨૦.
અર્થ : — આ (ગ્રંથ રચના રૂપ) કૃતિ મેં કાંઈ પણ મેળવવા
માનાર્થે કે કીર્તિ પ્રાપ્ત કરવા માટે કરી નથી, પરંતુ મારી શુદ્ધ ચિદ્રૂપમાં
જે પ્રીતિ છે તે માત્ર આ રચનામાં કારણ છે. ૨૦.
जातः श्रीसकलादिकीर्तिमुनिपः श्रीमूलसंघेग्रणी –
स्तत्पट्टोदयपर्वते रविरभूद्भव्यांबुजानंदकृत् ।
विख्यातो भुवनादिकीर्तिरथ यस्तत्पादपंकजे रतः
तत्त्वज्ञानतरंगिणीं स कृतवानेतां हि चिद्भूषणः ।।२१।।
શ્રી મૂલ સંઘો અગ્રણી, શ્રી સકલકીર્તિ મુનિવરા,
તે પÀરુપ ઉદયાચળે, ભવિજન-કમલ-હર્ષિત કરા;
રવિ સમ ભુવનકીર્તિ થયા, તેનાં ચરણમાં રતિ ઘાણી,
તે જ્ઞાનભૂષણની કૃતિ આ, તત્ત્વજ્ઞાન તરંગિણી. ૨૧.
અર્થ : — શ્રી મૂળસંઘમાં અગ્રેસર સકલકીર્તિ નામે આચાર્ય થયા.
તેમના પટ્ટરૂપ ઉદયાચળ પર ભવ્યજીવોરૂપ કમળોને વિકસાવી આનંદ
આપનાર પ્રખ્યાત ભુવનકીર્તિ સૂર્યસમાન થયા, ત્યાર પછી જે તેમના
ચરણકમળમાં રત જ્ઞાનભૂષણ થયા, તેમણે આ તત્ત્વજ્ઞાન તરંગિણી
નામનો ગ્રંથ રચ્યો છે. ૨૧.