૧૫૦ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
જીવ દેવલોકમાં જાય છે, ત્યાં ઇન્દ્રિય સુખ ભોગવીને જિનભગવાનની
વાણી સાંભળીને, સર્વ જિનમંદિરોમાં જઈને પૂજા આદિ કરીને, ત્યાર
પછી મનુષ્યભવ અને રત્નત્રયરૂપ ભૂષણ પ્રાપ્ત કરીને, શુદ્ધ ચિદ્રૂપના
સદ્ધ્યાનના બળથી, કર્મનો નાશ કરીને, ક્ષણમાં ત્રણ લોકના શિખર
ઉપર સિદ્ધસ્થાન પામીને તથા સાક્ષાત્ શુદ્ધ ચિદ્રૂપ બનીને આઠ ગુણથી
યુક્ત તેઓ અત્યંત નિરાકુળ (સુખમય બનીને) અંતકાળ સુધી વિરાજે
છે. ૧૩-૧૪-૧૫-૧૬.
क्रमतः क्रमतो याति कीटिका शुकवत्फलं ।
नगस्थं स्वस्थितं ना च शुद्धचिद्रूपचिंतनं ।।१७।।
ક્રમથી ચઢી કીMી તરુ પર સ્વાદુ ફલ શુકવત્ ગ્રહે,
ક્રમથી જનો ચિદ્રૂપ ચિંતન શુદ્ધ સ્વસ્થિત ત્યમ લહે. ૧૭.
અર્થ : — ક્રમે ક્રમે ચઢીને કીડી વૃક્ષ ઉપર રહેલા ફળ પાસે
પોપટની માફક પહોંચે છે અને મનુષ્ય પોતામાં રહેલા શુદ્ધ ચિદ્રૂપના
ચિંતનને તે જ પ્રમાણે ક્રમે કરીને પામે છે. ૧૭.
गुर्वादीनां च वाक्यानि श्रुत्वा शास्त्राण्यनेकशः ।
कृत्वाभ्यासं यदा याति तद्वि ध्यानं क्रमागतं ।।१८।।
जिनेशागमनिर्यासमात्रं श्रुत्वा गुरोर्वचः ।
विनाभ्यासं यदा याति तद्ध्यानं चाक्रमागतं ।।१९।।
ગુરુ આદિનાં બહુ વચન સુણી, વળી ભણી શાસ્ત્ર અનેક જે;
અભ્યાસ કરીને ધયાન લહીએ, ક્રમાગત કıાãં ધયાન તે. ૧૮.
જિન શાસ્ત્ર કેવળ સાર જે ગુરુ – વચન એક સુણી યદા,
અભ્યાસવિણ તદ્ધયાન પ્રાપ્તિ, અક્રમાગત તે તદા. ૧૯.
અર્થ : — ગુરુ આદિનાં વચનો તથા અનેક પ્રકારના શાસ્ત્રો
સાંભળીને, (તેમનો) અભ્યાસ કરીને જ્યારે ધ્યાન પમાય છે, ત્યારે તે
ખરેખર ક્રમથી પ્રાપ્ત થયેલું ધ્યાન ગણાય છે. ૧૮.