૨૦ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
અર્થ : — શુદ્ધ ચૈતન્યમાં જેમનું ચિત્ત લીન છે એવા સંતોના
ચરણ વડે સ્પર્શાયેલી ભૂમિ, તીર્થપણું પામે છે. તેમના નામથી પાપનો
સમૂહ નાશ પામે છે અને દેવોનો સમૂહ તેમનું દાસત્વ પામે છે. ૨૨.
शुद्धस्य चित्स्वरूपस्य शुद्धोन्योऽन्यस्य चिंतनात् ।
लोहं लोहाद् भवेत्पात्रं सौवर्णं च सुवर्णतः ।।२३।।
લોહથી લોહમય પાત્ર સઘાળાં બને,
કનકના પાત્ર સૌ કનકરુપે;
શુદ્ધ ચિદ્દચિંતને શુદ્ધ પદ સંપજે,
અન્ય ચિંતન કરે અન્યરુપે. ૨૩.
અર્થ : — જેમ લોઢામાંથી લોહમય પાત્ર બને અને સુવર્ણમાંથી
સુવર્ણમય પાત્ર બને, તેમ શુદ્ધ ચિત્સ્વરૂપના ચિંતનથી શુદ્ધ થાય અને
અશુદ્ધના ચિંતનથી આત્મા અશુદ્ધ થાય છે. ૨૩.
मग्ना ये शुद्धचिद्रूपे ज्ञानिनो ज्ञानिनोपि ये ।
प्रमादिनः स्मृतौ तस्य तेपि मग्ना विधेर्वशात् ।।२४।।
શુદ્ધ ચિદ્રૂપને જાણનારા મહા,
જ્ઞાનીઓ મગ્ન ચિદ્રૂપમાંહ{;
કર્મવશ સ્મરણમાં જો પ્રમાદી છતાં,
જ્ઞાની તો ગણો મગ્ન ત્યાંહી. ૨૪.
અર્થ : — જે જ્ઞાનીઓ છે તે શુદ્ધ ચિદ્રૂપમાં મગ્ન છે, જે
જ્ઞાનીઓ છે છતાં શુદ્ધ ચિદ્રૂપના સ્મરણમાં કર્મવશે પ્રમાદી છે, તે પણ
મગ્ન છે. ૨૪.
सप्तधातुमयं देहं मलमूत्रादिभाजनं ।
पूज्यं कुरु परेषां हि शुद्धचिद्रूपचिंतनात् ।।२५।।
સાત ધાાતુમયી દેહ અશુચિભર્યો,
મૂત્ર મલ અશુચિ ભાજન છતાં યે;