અધ્યાય-૨ ][ ૧૯
છે કે જે ન પ્રગટે અથવા અહીં ક્યો દોષ છે કે જે તરત જ ન ટળી
જાય? ૨૦.
तिष्ठंत्वेकत्र सर्वे वरगुणनिकराः सौख्यदानेऽतितृप्ताः
संभूयात्यंतरम्या घरविधिजनिता ज्ञानजायां तुलायां ।
पार्श्वेन्यस्मिन् विशुद्धा ह्युपविशतु वरा केवला चेति शुद्ध-
चिद्रूपोहंस्मृतिर्भो कथमपि विधिना तुल्यतां ते न यांति ।।२१।।
પુણ્યવશ પ્રાપ્ત અતિ રમ્ય સુખદાયિ સૌ,
શ્રેÌ ગુણસમૂહ એકત્ર મૂકો;
જ્ઞાનરુપ ત્રાજુના એક પલ્લે બધાા,
અન્ય પલ્લે સ્મરણ માત્ર રાખો;
‘શુદ્ધ ચિદ્રૂપ હું’ સ્મરણ કેવલ અહા!
શુદ્ધ અત્યંત ઉત્તમ વખાણો;
કોઇ રીતે કદી તેની તોલે નહિ,
સમૂહ એ ગુણતણો જરીય જાણો. ૨૧.
અર્થ : — અત્યંત રમ્ય, સદ્ભાગ્યે મળેલા, સુખ આપવામાં
અત્યંત સમર્થ એવા સર્વ ઉત્તમ ગુણોના સમૂહો, જ્ઞાનજનિત ત્રાજવામાં
એક બાજુ એકઠા થઈને રહો, અને બીજી બાજુએ વિશુદ્ધ ઉત્તમ માત્ર
હું શુદ્ધ ચિદ્રૂપ છું એ સ્મરણ મૂકો; હે જનો! તે કોઈપણ રીતે સરખા –
સમાન થતા નથી. ૨૧
तीर्थतां भूः पदैः स्पृष्टा नाम्ना योऽघचयः क्षयं ।
सुरौधो याति दासत्वं शुद्धचिद्रक्तचेतसां ।।२२।।
શુદ્ધ ચિદ્રૂપમાં ચિત્ત અનુરકત તે,
સંતપદ સ્પૃષ્ટભૂમિ તીર્થ થાયે;
દેવગણ દાસ તેના બનીને રહે,
નામ તેનું સ્મર્યે પાપ જાયે. ૨૨.