Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 18 of 153
PDF/HTML Page 26 of 161

 

background image
૧૮ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
तद्बिंबस्य तदोकसो झगिति तत्कारायकस्यापि च
सर्व गच्छति पापमेति सुकृतं तत्तस्य किं नो भवेत्
।।१९।।
વીતરાગી વિભુનું સ્મરે નામ જ્યાં,
મૂર્તિ, મંદિર, સ્તુતિને કરે જો;
પાપ સૌ દૂર ટળે, પુણ્ય ઉત્તમ મળે,
શું ન ઉત્કૃષ્ટ ધયાને ફળે તો?
શુદ્ધ ચિદ્રૂપના ધયાનથી ત્યાં બધાાં,
ઘાાતિયાં કર્મનો નાશ થાયે;
જ્ઞાન દર્શન અનંતા સુખે યુકત જે,
શુદ્ધ સ્વરુપે સ્થિતિ ત્યાં પમાયે. ૧૯
અર્થ :શુદ્ધ ચિદ્રૂપના ધ્યાન વડે ઘાતિકર્મોનો નાશ થતાં શુદ્ધ
સ્વરૂપમાં સ્થિતિ થાય છે. કારણ કે અહીં વીતરાગ ભગવાનના નામ વડે
પણ, સ્તુતિ-પ્રણામ વડે, તે વીતરાગબિંબના, તે વીતરાગમંદિરના, તેના
કરાવનારનાં પણ સર્વ પાપ સત્વરે દૂર થઈ જાય છે, સર્વ પુણ્ય આવે
છે, તો તેનું ધ્યાન કરનારને ક્યું ફળ ન થાય? ૧૯.
कोऽसौ गुणोस्ति भुवने न भवेत्तदा यो
दोषोऽथवा क इह यस्त्वरितं न गच्छेत्
तेषां विचार्य कथयंतु बुधाश्च शुद्ध
चिद्रूपकोऽहमिति ये यमिनः स्मरंति ।।२०।।
‘શુદ્ધ ચિદ્રૂપ હું’ સંયમી જે સ્મરે,
સુગુણ એવો શું લોકે ન પામે ?
દોષ એવો શું સત્વર ટળે જે નહ{,
બુધા જનો ! કહો વિચારી, ન નામે. ૨૦
અર્થ :હે વિદ્વાનો ! વિચારીને કહો કે જે સંયમીઓ, ‘શુદ્ધ
ચિદ્રૂપ હું છું’ એવું સ્મરણ કરે છે, તેમને લોકમાં ત્યારે એવો ક્યો ગુણ