Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 17 of 153
PDF/HTML Page 25 of 161

 

background image
અધ્યાય-૨ ][ ૧૭
શુદ્ધ ચિદ્રૂપ આનંદમંદિરને,
માત્ર આરાધાી સમ્યક્પ્રકારે. ૧૬.
અર્થ :જે યોગીઓ મોક્ષરૂપી સંપત્તિ પામ્યા છે, પામે છે અને
પામશે, તે આનંદના ધામ એવા શુદ્ધચિદ્રૂપનું યથાર્થ આરાધન કરીને જ
પામ્યા છે, પામે છે અને પામશે. ૧૬
द्वादशांगं ततो बाह्यं श्रुतं जिनवरोदितं
उपादेयतया शुद्धचिद्रूपस्तत्र भाषितः ।।१७
જિનવરે અંગ દ્વાદશ, બહિરંગ જે,
શાસ્ત્ર વિસ્તાર સઘાળો પ્રકાશ્યો;
શુદ્ધ ચિદ્રૂપ સહજાત્મપદ સુખનિધિા,
ત્યાં ઉપાદેય સર્વત્ર ભાખ્યો. ૧૭
અર્થ :જિનવરોએ કહેલું શ્રુતજ્ઞાન બારઅંગરૂપ અને અંગબાહ્ય
જે છે તેમાં ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય) એક શુદ્ધ ચિદ્રૂપને કહ્યો
છે. ૧૭.
शुद्धचिद्रूपसद्ध्यानाद् गुणाः सर्वे भवंति च
दोषाः सर्वे विनश्यंति शिवसौख्यं च संभवेत् ।।१८।।
શુદ્ધ ચિદ્રૂપનું ધયાન સમ્યક્ કર્યે,
સર્વ સદ્ગુણ પ્રગટે સ્વભાવે;
દોષનો સમૂહ સૌ નાશ પામે અહા!
મોક્ષનાં સૌખ્ય અત્યંત પાવે. ૧૮
અર્થ :શુદ્ધ ચિદ્રૂપના સદ્ધ્યાનથી સર્વે ગુણો પ્રગટ થાય છે,
સર્વ દોષો નાશ પામે છે અને મોક્ષનું સુખ પ્રાપ્ત થાય છે. ૧૮.
चिद्रूपेण च घातिकर्महननाच्छुद्धेन धाम्ना स्थितं
यस्मादत्र हि वीतरागवपुषो नाम्नापि नुत्यापि च