૧૬ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
શુદ્ધ ચિદ્રૂપ તે આત્મ નિજ ચિંતવો,
સ્મરણ ક્ષણ ક્ષણ કરો શાંત ભાવે;
તે સ્વરુપના સ્મરણ માત્રથી સદ્ય સૌ,
કર્મ ક્ષય થાય, શિવ સૌખ્ય આવે. ૧૩
અર્થ : — જેના સ્મરણ માત્રથી કર્મનો ક્ષય સત્વરે થાય, તે શુદ્ધ
ચિદ્રૂપને – પોતાના આત્મસ્વરૂપને તું પ્રતિક્ષણ યાદ કર. ૧૩
उत्तमं स्मरणं शुद्धचिद्रूपोऽहमितिस्मृतेः ।
कदापि क्वापि कस्यापि श्रुतं दृष्टं न केनचित् ।।१४।।
शुद्धचिद्रूपसदृशं ध्येयं नैव कदाचन ।
उत्तमं क्वापि कस्यापि भूतमस्ति भविष्यति ।।१५।।
‘શુદ્ધ ચિદ્રૂપ હું’ સ્મરણ એ વીણ બીજું,
સ્મરણ ઉત્તમ સદા કાાંય છે ના;
એ વિના શ્રેÌ બીજું સ્મરણ ના દીLું,
કે કદા કર્ણ સુણ્યું કોઇએ ના;
શુદ્ધ ચિદ્રૂપ સમ ધયેય ઉત્તમ નહ{,
કોઇને કાાંય બીજું કદાપિ;
ભૂત ભાવી અને વર્તમાને અહા !
એ જ સર્વોપરી છે સદાપ. ૧૪-૧૫.
અર્થ : — ‘હું શુદ્ધ ચિદ્રૂપ છું’ એ સ્મરણ કરતા બીજું ઉત્તમ
સ્મરણ કદીયે કોઈએ, ક્યાંય, કોઈની પાસેથી જોયું નથી. સાંભળ્યું નથી.
શુદ્ધ ચિદ્રૂપના જેવું ઉત્તમ ધ્યેય કદી ક્યાંય પણ કોઈને પણ નથી, થયું
નથી અને થશે નહિ. ૧૪-૧૫.
ये याता यांति यास्यंति योगिनः शिवसंपदः ।
समासाध्यैव चिद्रूपं शुद्धमानंदमन्दिरं ।।१६।।
શિવ સંપત્તિ જે યોગિયો પામીઆ,
પામતા, પામશે, તે ત્રિકાળે;